Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સુરત: કડોદરામાં બિલ્ડીંગનમાં સી.એ.ની ઓફિસમાં તસ્કરોએ 77 હજારની મતાનો હાથફેરો કર્યો

સુરત:શહેરના કડોદરા રોડ ટાઇમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી સીએની ઓફિસમાં બાથરૂમની લોખંડની જાળીના તાળાં તોડી પ્રવેશેલા ચોરે ટેબલના ડ્રોવર માંથી રોકડા રૂ.૭૭,૫૦૦ની ચોરી માત્ર દસ મિનિટમાં જ કરી હતી અને બાથરૂમના રસ્તે જ ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણાગામ નવું ફળીયુ ઘર નંબર ૬૧૮માં રહેતો ૨૩ વર્ષીય નયન વસંતભાઈ પટેલ તેમની બાજુમાં જ રહેતા સીએ પિયુષભાઈ પટેલની સુરત કડોદરા રોડ ટાઇમ સ્ક્વેર બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.

 

(5:45 pm IST)