Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઈડરના બડોલીમાં નશાની હાલતમાં કારચાલકે બે શિક્ષકોએ હડફેટે લીધા: એકનું સારવાર દરમ્યાન મોત

ઇડર:શહેરના બડોલી નજીક બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇવનિંગ વોક કરીને આવતા બે શિક્ષકોને પુરઝડપે દોડતી કારે ટક્કર મારતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં એક શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજો સારવાર હેઠળ છે. આ ઘટના અંગે પોલીસે દારૃ પીધેલી હાલતમાં કાર હંકારતા ચાલક વિરૃદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે. આ કાર ચાલક મુડેટી એસ.આર.પી. ગુ્રપમાં વર્ગ-૪ના સફાઈ કામદાર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળેલ છે.

બડોલી ખાતે રહેતા તથા શિક્ષકની નોકરી કરતા રમેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ અને યોગેશભાઈ સુથાર નામના બે શિક્ષકો બુધવારે સાંજે નિત્યક્રમ મુજબ ઇવિનંગ વોક પરથી પરત આવતા હતા તેવામાં એક પુરઝડપે દોડતી કારે બંને શિક્ષકોને અડફેટે લીધા હતા. કારની આ ટક્કરને લઈ બંનેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

(5:44 pm IST)