Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મહેમદાવાદમાં તળાવમાં ગટરનું પાણી ઠલવાતા લોકોમાં રોષની લાગણી

મહેમદાવાદ:શહેરની મધ્યમાં આવેલ તળાવમાં નગરનુ ગટરનુ પાણી ઠલવાતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લોકોના સુખાકારી માટે તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યુ હતુ.તંત્રની ઢીલી નિતીના કારણે આ તળાવમાં ગટરનુ પાણી ભરવામાં આવી રહ્યુ છે.

મહેમદાવાદ શહેરમાં મધ્યમાં આવેલ ફાટા તળાવમાં ચોખુ વરસાદી પાણી ભરવાની જગ્યાએ ગટરના પાણીથી તળાવ ભરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે.તળાવનુ ખાતમુર્હત તા.૨-૫-૨૦૧૧ના રોજ કરવામાં આવ્યુ  હતુ.આ જગ્યાએ પહેલા ઝુપડપટ્ટી હોવાને કારણે પહેલા આ વિસ્તારને ખાલી કરીને તળાવનો વિકાસ કરવામાં આવ્યો હતો.તળાવના વિકાસના  આશરે ૮ વર્ષ થવા આવ્યા છતા આજદિન સુધી તળાવને ચોખા પાણીથી ભરવામાં આવ્યુ નથીતેવુ ગ્રામજનો કહી રહ્યા છે.

(5:42 pm IST)