Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વડોદરાના માંજલપુરમાં વેપારીએ રોડ પર પાર્ક કરેલ કાર લઇ ટોળકી ફરાર

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારની મનમોહન સોસાયટીમાં રહેતા વેપારીએ રોડ પર પાર્ક કરેલી પોતાની ફોરચ્યુન કારની મોડી રાત્રે સ્વીફ્ટ કારમાં આવેલી ટોળકી ચોરી કરી ગઈ હતી. આ ચોરીના દ્રશ્યો આજે સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં પોલીસે તેના આધારે તપાસ શરૃ કરી છે.

માંજલપુર વિસ્તારની મનમોહન સોસાયટીમાં રહેતા વેપારી જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે ગત ૨૦૧૩માં ફોરચ્યુનર કાર ખરીદી છે. ગત ૧૫મી તારીખે તેમના ભાઈ ફોરચ્યુનર કાર લઈને ફરવા ગયો હતો અને મોડી રાત્રે તે ઘરે પરત ફરતા કારને સોસાયટીના રોડ પર પાર્ક કરી હતી. દરમિયાન મોડી રાત્રે તેમની ૧૧.૫૦ લાખની કિંમતની ફોરચ્યુનર કારની ચોરી થતા તેમણે આ બનાવની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. 

(5:40 pm IST)