Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વડોદરામાં પાકા કામનો કેદી પાંચ દિવસના જામીન મેળવી પલાયન થઇ જતા તપાસ શરૂ

વડોદરા: શહેરમાં લૂંટના ગુનામાં દસ વર્ષની કેદની સજા ભોગવતો પાકા કામનો કેદી પાંચ દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ તે જેલમાં પરત નહી ફરી પલાયન થતા તેના વિરુધ્ધ જેલ અધિકારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા સ્થિ ડોકઝેર ગામમાં રહેતા રમેશ તેરસીંગભાઈ બિલવાલને લીમખેડા પોલીસ મથકના લૂંટના ગુનામાં લીમખેડા કોર્ટ દ્વારા ગત ૧૯-૨-૧૮થી ૧૦ વર્ષની સજા અને દંડ પેટે ૧૦ હજાર રૃપિયા અને દંડ ન ભરે તો વધુ ૪ વર્ષની કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો. સજા ભોગવવા માટે તેને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

 

(5:40 pm IST)