Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

બગોદરા પાસે ટાયર ફાટતા પીકઅપ વાન પલ્ટી મારી ગયું: ૧૫ને ઈજાઃ ૫ ગંભીર

મજુરોને લઈ જતા વાનને અકસ્માતઃ ૧૦૮ની મદદથી ઘવાયેલાઓને સારવાર માટે ખસેડાયા

 વઢવાણ, તા. ૧૮ :. બગોદરા નજીક આજે બપોરે મજુરોને લઈ જતા પીકઅપ વાનનું ટાયર ફાટતા પલ્ટી મારી ગયુ હતું. અકસ્માતમાં ૧૫ને ઈજા થયેલ અને પાંચની ગંભીર હાલત છે.

બગોદરા હાઈવે ઉપર સિહોરીથી મજુરો લઈને જતુ પીકઅપ વાનનું ટાયર ફાટતા પલ્ટી મારી ગયેલ અને વાનમાં બેઠેલાઓને ઈજા થયાની જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગયેલ. તમામને સારવાર માટે બગોદરા નજીક હોસ્પીટલે ખસેડાયેલ છે.

(3:32 pm IST)