Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

અમદાવાદના ટ્રાઇબલી સંસ્કૃતિ મ્યુઝીયમમાં ગિરની ભરવાડ સંસ્કૃતિને સ્થાન મળ્યું

મ્યુઝિયમની મુલાકાત લઇ કૃતિ નિહાળવા 'આભિર' સંસ્થાનું નિમંત્રણ

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના મ્યુઝિયમમાં ગિરની ભરવાડ સંસ્કૃતિની ઝાંખી કરાવતા કલાત્મક સર્જનની તસ્વીર.

ગાંધીનગર તા. ૨૮ : મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિધાપીઠ અમદાવાદમા 'ગુજરાતનીઙ્ગટ્રાયબલ સંસ્કૃતિ' એવુ એક મ્યુઝીયમ છે, ત્યા ગીરના ભરવાડના નેહડાના રહેઠાણ અને સંસ્કૃતિને ઉજાગર કરતા સ્ટેચ્યુ મુકવા માટે આભિર સંસ્થાના ઘનિષ્ઠ પ્રયત્નથી સમાવેશ કરાવવામા સફળતા મળેલ છે.

આજથી બે વરસ પહેલા આભિર સંસ્થાની ટીમના સાથી મિત્રો આ મ્યુઝીયમ જોવા ગયેલા તો ત્યા ગુજરાતના તમામ ખુણે ખૂણાના આદિવાસીઓની સંસ્કૃતિને પહેરવેશ અને રહેઠાણ ના ટેબ્લો થી સુશોભિત પુતળા સહિતના ગોઠવી સમાવિત કરેલ હતા, તેમા રબારી અને ચારણ જાતિનો પણ સમાવેશ હતો પણ ગીર બરડાના આદિજાતિ મા ગણાતા ભરવાડ જ્ઞાતિનુ સ્થાન તેમા ના હતું આથી આભીર સંસ્થા દ્વારા માગણી કરી સરકારને સાથે આ બાબતે રજુઆત કરેલી. ગીરના ભરવાડની સંસ્કૃતિનો સમાવેશ કરવો, આ પ્રયત્ન સફળ થયા અને સરકારે હકારાત્મક વલણ અપનાવિ મંજૂરી આપી બજેટ ફાળવ્યું છે.

આભિર સંસ્થાને જ સલાહ સુચન આપી આથી સંસ્થા એ મ્યુઝીયમ બનાવનાર ટીમને ગીર મા ચાર વાર વિઝીટ કરાવીને ફાઇનલી શ્રીકાળુભગત બોહરીયાનુ જ ફેમિલી કે જેઓ આજે પણ ગીર ની મધ્યમાં જંગલના કાણેક નેસમાં અનેક વરસોથી રહે છે તે કુટુંબ સ્ટેચ્યુ માટે નક્કી કર્યુ. આ ઉપરાંત ગાય, વાછરડું અને ઊંટના પણ ફુલ સાઇજની પ્રતિકૃતિ બનાવિ તે પણ ગુજરાત વિધાપીઠમા સરસ જગ્યા એ સ્થાન આપી આખરી ઓપ આપ્યો, તે બાબત ગૌરવ અને આનંદ લેવા જેવી છે, આ સમગ્ર કાર્યવાહીમા શ્રી વિનુભાઇ ટોળીયા સાથે આ કામમા શ્રી ખેંગારભાઇ રાણગા, એમ. પી. ગમારા અને  મનોજભાઇ ગમારા અમદાવાદ આભિર ટીમ અમદાવાદ પણ સાથે રહેલ હતા. અમદાવાદ મા આશ્રમ રોડ પર આવેલ ગુજરાત વિધાપીઠ મા જાવ તો અચુક આ મ્યુઝીયમ ની મુલાકાત લેવા આભિર સંસ્થાનું આમંત્રણ છે.(૨૧.૧૫)

(3:23 pm IST)