Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વડોદરામાં સ્વાઇન ફલુનો ફૂંફાડો : ત્રણ તબીબ સહિત સાત દર્દીઓને સારવાર

વડોદરા, તા. ૧૮ : વડોદરામાં ફરી એકવાર સ્વાઇન ફલુએ ફુંફાડો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્વાઇન ફલુના દર્દીનો વધારો થયો છે.

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એક મહિલા સહિત બે સ્વાઇન ફલૂ દર્દીઓના મૃત્યુ નિપજયા છે. હાલમાં ૭ સ્વાઇન ફલૂ  દર્દીઓની સારવાર ચાલુ છે જેમાં સયાજી હોસ્પિટલમાં પ્રેકટીસ કરતા તબીબ અને અન્ય એક ખાનગી હોસ્પિટલના તબીબને પણ સ્વાઇન ફલૂ થતા સારવાર ચાલ છે. દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાવ્યા છે. સ્વાઇન ફલૂ હોવાનું બહાર આવ્યું છે. (૮.૧૦)

 

(11:32 am IST)