Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાઇબ્રન્ટ ગુજરાત માટે ગઇકાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોનું મોડલ જોઇને રૂપાણીને કહ્યું...

આવ્યું આપણું રાજકોટ

અમદાવાદ તા.૧૮: વાઇબ્રન્ટ ગુજરાત માટે ગઇકાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાખવામાં આવેલા વિકાસશીલ ભારતના પ્રદશનને જોતી વખતે નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના મોડલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોડલ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ઊભા રહી ગયા અને પછી રૂપાણી સામે જોઇને માર્મિક સ્મિત સાથે ધીમા સ્વરે કહ્યું, 'આવ્યું આપણું રાજકોટ.'

નરેન્દ્ર મોદીના આ શબ્દો સાંભળીને સ્વાભાવિક રીતે વિજયભાઇના ચહેરા પર પણ સ્માઇલ આવી ગઇ હતી. વિજય રૂપાણી રાજકોટના છે અને રાજકોટની જ બેઠક પરથી તે પહેલી વાર વિધાનસભાનું ઇલેકશન લડીને મુખ્ય પ્રધાન બન્યા છે જયારે એ જ બેઠક પરથી ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ પોતાની લાઇફનું પહેલું વિધાનસભાનું ઇલેકશન લડીને પોતાનું મુખ્ય પ્રધાનપદ ચાલુ રાખ્યું હતું.

મોટા ભાગનાં મોડલોની વિગતો નરેન્દ્ર મોદીએ ઝડપથી લીધી હતી, પણ રાજકોટના મોડલની વિગતો નરેન્દ્ર મોદીએ પ્રમાણમાં શાંતિથી લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂકવામાં આવેલા આ મોડલમાં નવા રાજકોટની રૂપરેખા કેવી હશે એ દર્શાવવામાં આવ્યું છે.(૧.૧)

(9:32 am IST)
  • દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST

  • છોટા ઉદેપુરમાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રનું મોત : ગુરૂવારે રાતે બોડેલી પાસે થયો હતો અકસ્માતઃ માતા અને પુત્રનુ ઘટના સ્થળે નિયજયુ હતુ મોત access_time 4:07 pm IST

  • પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા બદલ રામરહીમ સહીત ચારે આરોપીઓને આજીવન કેદ : CBI કોર્ટએ આજ ગુરુવારે રામરહીમ,નિર્મલ,કુલદીપ,અને કિશનલાલને ફરમાવેલી સજા access_time 7:21 pm IST