Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ :ઉડતી કાર બનાવતી ડચ કંપની ભારતમાંથી સ્પેરપાર્ટ્સ ખરીદવામાં ઉત્સુક

 

અમદાવાદ : વર્ષના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વની પહેલી ઊડતી કાર બનાવનાર નેધરલેન્ડ્સની કંપની PAL-V ભાગ લેવા જઈ રહી છે કંપનીને ભારતમાંથી પાર્ટસ ખરીદવામાં રસ છે. માટે પાર્ટસ બનાવતી ભારતીય કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આના માટે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન મીટિંગ્સ પણ થવાની છે. ભારતીય ચલણમાં ઊડતી કારના રેગ્યુલર મોડલની કિમત અંદાજે રૂ. 3 કરોડથી વધુની થાય છે.

(11:42 pm IST)
  • છોટા ઉદેપુરમાં કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રનું મોત : ગુરૂવારે રાતે બોડેલી પાસે થયો હતો અકસ્માતઃ માતા અને પુત્રનુ ઘટના સ્થળે નિયજયુ હતુ મોત access_time 4:07 pm IST

  • અમદાવાદ એરપોર્ટ પર શંકાસ્પદ ટીફીન મળતા ડોગ સ્કવોર્ડ બોલાવાઈ : એરપોર્ટ સિકયુરીટી અને ડોગ સ્કવોર્ડની ટીમે એરપોર્ટ પર પડેલા ટીફીનની તપાસ કરી તો તે એરપોર્ટ કર્મચારીનું નીકળ્યુઃ કંઈ વાંધાજનક ન મળ્યુ access_time 6:00 pm IST

  • રાજસ્થાનમાં રવિવારથી છૂટો છવાયો વરસાદ પડશેઃ સ્કાયમેટ : રાજસ્થાનના ઉતરીય અને પશ્ચિમના જિલ્લાઓમાં ૨૦થી ૨૪ જાન્યુઆરી વચ્ચે છૂટો છવાયો વરસાદ પડશે તેમ સ્કાયમેટ વેધર ચેનલ જણાવે છેઃ ગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરૂ, અલ્વર, સિકર, ઝુંઝૂનું, સવાઇ મધોપુર, જયપુર અને જેસલમેર જિલ્લાઓમાં વરસાદની આગાહી થઇ છે. access_time 3:15 pm IST