Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુરત ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો : કતારગામ વિસ્તારમાં સાત યુનિટને બંધ કર્યા:એકને નોટિસ

ડભોલી અને સિંગણપોરમાં લાયસન્સ અને રજિસ્ટ્રેશન વિના ધમધમતા યુનિટો સામે કાર્યવાહી

 

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કતારગામ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. જેમાં કુલ સાત યુનિટને બંધ કરવામાં આવ્યા છે.જયારે  એક યુનીટને નોટીસ ફટકારાઇ છે

  જાણવા મળ્યા મુજબ  કતારગામ વિસ્તારમાં આવેલ ડભોલી અને સિંગણપોર ખાતે લાયસન્સ અને રજિસ્ટ્રેશન વિના ધમધમતી સાત સંસ્થાઓને બંધ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક સંસ્થામાં આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ ફટકારાઇ છે.

(12:35 am IST)