Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ખાનગી એમબ્યુલન્સ ચાલકો હડતાલ પર ઉતર્યા: મૃતકને ટેમ્પામાં લઇ જવાયો

સંચાલકોએ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનુ આશ્વાસન આપ્યુ

અમદાવાદ :સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં અધિકારીઓ દ્વારા ખાનગી એમબ્યુલન્સને ઉભી રાખવાની ના પાડતા દર્દીઓ હાલાકીમાં મુકાયા હતા સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ દર્દીઓને મળતી ન હોવાની ફરિયાદો થઇ રહી છે, ત્યાં આજે સવારથી જ સિવીલ હોસ્પિટલમાં પી.એમ કરેલા શબ લઇ જવા માટે સિવીલની એમબ્યુલન્સ ન મળતા લોકોને ટેમ્પોમાં મૂકીને મૃતકનાં શબ લઇ જવાનો વારો આવ્યો હતો. સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજે 90 જેટલી ખાનગી એમ્બ્યુલન્સ હાલમાં કાર્યરત છે. છતા પણ દર્દીઓને ભારે હાલાકી પડે છે.

  સિવીલ હોસ્પિટલના કેમ્પસમાં મૂકતા જ ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીઓમાં લોક મારી દેવામાં આવતી હોવાની વારંવાર ફરિયાદ કરી હતી છતાં કોઈ ઉકેલ નહીં આવતા જે સવારથી જ ખાનગી એમબ્યુલન્સ ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા, જેનાં કારણે પોસ્ટ મોર્ટમ કરેલાં શબને લઇ જવામાં સગાવ્હાલાઓને હાલાકીઓ ભોગવવી પડી હતી. સિવીલની સરકારી એમબ્યુલન્સ ફક્ત ગુજરાતનાં દર્દીઓને રાજ્યનાં કોઇ પણ છેડે મુકતા હોવાથી મહારાષ્ટ્ર અને રાજસ્થાને તેમજ અન્ય રાજ્યોનાં દર્દીનાં સગાવ્હાલાઓ સવારથી હેરાન થયા હતા.

  સત્તાધિશોને આ અંગે જાણ કરતા તેઓએ આંખ આડા કાન કરતા છેવટે મૃતકનાં શબને ટેમ્પોમાં લઇ જવાયા હતા, આજે એક તરફ રીક્ષાઓની હડતાલ ચાલતા સિવીલનાં ખાનગી એમબ્યુલન્સ પણ હડતાલ પર ઉતરતા હોસ્પિટલમાં સારવાર લેવા આવતા લોકોને પોતાનાં દર્દીઓને કલાકો સુધી એમબ્યુલન્સની રાહ જોવી પડી હતી. આ સમગ્ર કિસ્સો સામે આવતા સિવીલ હોસ્પિટલનાં સંચાલકોએ પોલીસ અને ટ્રાફિક અધિકારીઓની સાથે ચર્ચા કરી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ.

(11:25 pm IST)