Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

મોડ્યુલ ટેસ્ટ ફી બાબતે વિદ્યાર્થીઓનો ભારે વિરોધ છાત્રોનું ટોળુ કોલેજ પર પહોંચતા મામલો ગરમાયો

અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષા દરમ્યાન વિરોધ કર્યો. મોડ્યુલ ટેસ્ટ ફી બાબતે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. એનએસયુઆઇ પાંખ સહીતના વિદ્યાર્થીઓનું ટોળુ કોલેજ પર પહોંચતા મામલો ગરમાયો હતો .

  વિદ્યાર્થીઓના હોબાળો થતા કોલેજ સંચાલકોને પોલીસ બોલાવાની ફરજ પડી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે મોડ્યુઅલ ટેસ્ટ લેવાની જરૂરીયાત કોલેજોએ હોતી નથી. કોલેજ સંચાલકો મોડ્યુઅલ ટેસ્ટના નામે ફી ની વસુલાત કરે છે જ્યારે કોલેજ સંચાલકોનું કહેવુ છે કે, વિદ્યાર્થી પાંખ દ્વારા કોલેજ પર ખોટી રીતે દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે. મોડ્યુઅલ ટેસ્ટ લેવાથી વિદ્યાર્થીઓના પરિણમમાં સુધારો લાવી શકાય છે.

(11:10 pm IST)