Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સુરત:અડાજણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલી મહિલાનો આપઘાતનો પ્રયાસ

અઠવાલાઈન્સના પોલીસ ભવનના કેમ્પસમાં જઈ અનાજમાં નાખવાના ટિકડા ખાદ્યા

સુરતનાં અડાજણના પાલ વિસ્તારમાં રહેતી મહિલાએ વ્યાજખોરાના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ભવનના કેમ્પસમાં જઈ અનાજમાં નાખવાના ટિકડા ખાદ્યા હતા વ્યાજખોરના ત્રાસથી કંટાળી નિતાબહેને આકરૂ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વૃદ્ધા હાલ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

  મળતી વિગત મુજબ અડાજણના પાલ વિસ્તારમાં રહેતા નિતાબહેન અશોકભાઈ શાહ પરિવાર સાથે રહે છે. વેપાર કરવા માટે પુત્ર હાર્દિકે 1.61 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં વ્યાજખોરોની  પઠાણી ઉઘરાણીના કારણે છેલ્લા આઠ દિવસથી પુત્ર ગુમ થઈ ગયો છે. દરમિયાન આજેમહિલાએ અઠવાલાઈન્સ સ્થિત પોલીસ ભવનના કેમ્પસમાં અનાજમાં નાંખવાના ટિકડા ખાઈ લેતાં અપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

  બનાવ અંગે આસપાસના રહીશોએ મહિલાને સુરતની સ્વિમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરો પાસેથી લીધેલા પૈસા પૈકી પોણા ભાગના પૈસા ચુકવાય ગયા છે. બાકી રહેલા બે થી અઢી લાખ રૂપિયા માટે વ્યાજખોરો દ્વારા પરિવારના સભ્યો પાસે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલી ગયેલી મહિલાએ અંતે આપઘાત કરવાનું પગલુ ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(10:57 pm IST)