Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

નર્મદા જીલ્લામાંથી કાગળ કામડીના ઘોડા સાથે 100 થી વધુ પગપાળા સંઘો ધાર્મિક સ્થળો પર જવા નીકળ્યા

જિલ્લાના અલગ અલગ ગામથી ડાકોર, ફાગવેલ, પાવાગઢ, અંબાજી,ભાદરવા દેવ જવા રવાના થયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જીલ્લા માં થી દર વર્ષે 100થી વધુ પગપાળા સંઘો વિવિધ ધાર્મિક સ્થળો પર જવા રવાના થાય છે. ગામે ગામથી ડાકોર, ફાગવેલ, પાવાગઢ, અંબાજી,ભાદરવા દેવ જેવા કુળદેવી-દેવતાઓના સ્થાનકે કાર્તકી પૂનમ ભરવા જતા હોય છે, જેમાં રોજના 50 થી 60 કિમી પગપાળા ચાલીને આ સંઘો આ સ્થળો પર જતા હોય છે.

ખાસ કરી ને આદિવાસી સમાજો દ્વારા કાગળ કામળી ના સુંદર ઘોડો બનાવીને વીર ભાથીજી દાદાની જેમ તૈયાર થઈને કાગળ કામળીના ઘોડા પર સવાર થાય છે, અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે આ સંઘ નીકળે છે, અને જેને ગામેગામથી આવકાર મળે છે ગામોમાં આ સંઘોના ભક્તો પૂરી શ્રદ્ધાથી આવકાર કરે છે, જેમની પૂજા કરે છે અને દાન દક્ષિણા આપે છે, આમ ભક્તિમય રમઝટ લાવીને રોજે રોજ રાજપીપળા શહેર માંથી પણ પસાર થતા આ સંઘો આકર્ષણ નું કેન્દ્ર બને છે.

(10:32 pm IST)