Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

રાજયમાં ખાદ્યતેલના વેપાર ઉપર સ્ટોક નિયમન જેવા નિયંત્રણો ન નાખવા જોઇએ

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠને CMને લખ્યો પત્ર : ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે વપરાશકારોને વ્યાજબી ભાવે સિંગતેલ પણ મળી રહ્યું છે

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને એક પત્ર લખી રાજયમાં ખાદ્યતેલના વેપાર ઉપર સ્ટોક નિયમન જેવા નિયંત્રણો ન નાખવા અપીલ કરી છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ખાદ્યતેલના વધતા ભાવોને અનુલક્ષીને કેન્દ્ર સરકારે ખાદ્યતેલ તેલિબીયાના વેપાર પર સ્ટોક નિયંત્રણો નાખવાની રાજયોને સતા આપેલ. અમારા સંગઠને તથા ખેડૂત સંગઠનોને આનો વિરોધ કરેલ. અને અમારી માંગણીને માન આપી આપણા રાજયમાં આ નિયંત્રણો ન નાખવાનો નિર્ણય લેવાયો તેના અનેક ફાયદાઓ થયા છે. રાજયમાં ખરીફ મગફળીનું ઉત્પાદન બહુ સારૂ થયું છે અને રાજયના તમામ માર્કેટ યાર્ડોમાં મગફળીની પુષ્કળ આવકો થઇ રહી છે. સ્ટોક નિયંત્રણ જેવા  Restrictions  ન હોવાને કારણે ખેડૂતોને પોતાની Products ના ખૂબ જ સારાભાવો મળી રહ્યા છે. રાજયના યાર્ડોમાં વેચાતી મગફળીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં રપ થી ૩૦ ટકાથી મગફળી MSP  (ટેકાના ભાવ)  કરતા પણ ઊંચે વેચાય રહી છે ને ઉત્તર ગુજરાતના યાર્ડોમાં કે જયાં માપસર વરસાદને કારણે ઓછું ડેમેજ થયું છે ત્યાં લગભગ ૪૦ થી ૪પ ટકા મગફળી  MSP કરતા ઊંચા ભાવે વેચાય છે. તદઉપરાંત લગભગ બધી જ જગ્યાએ ૬૦ થી ૭૦ ટકા મગફળી MSP ની  આસપાસ ના ભાવે વેચાય રહી છે. નવી સીઝનની શરૂઆત હોય ત્યારે નાના અને જરૂરીયાતવાળા ખેડૂતોની વેચવાલી મહદ અંશે આવતી હોય છે. આવા ખેડૂતોને પોતાની નિપજના સારા ભાવ મળતા તેઓને આર્થિક સ્થિતિ સારી બનવાનો મજબૂત પાયો નંખાયો છે.

મગફળીના સારા ભાવ હોવા છતાં શિંગતેલમાં વધેલા ભાવથી પ્રતિ ટીન (૧પ કિલો ડબો) ૧પ૦થી ર૦૦ જેવો ભાવ ઘટયો છે. આ ભાવ કદાચ થોડા વધુ ઘટયા હોય પરંતુ જે ડબાઓમાં તેલ ભરાય છે. તો ડબ્બાઓની કિંમત (ખાલી ડબા) ગત વર્ષની સરખામણી એ રૂ.૪૦ જેટલી વધી છે. ગત નવેમ્બર માસમાં ખાલી નવા ડબાની કિમંત રૂ. ૭૦ આસપાસ હતી તે હાલ રૂ.૧૧૦ આસપાસ છે. આ મગફળી તથા પેકિંગ મટીરીઅલમાં ભાવો વધવા છતાં શીંગતેલ ડબાના ભાવો ઘટયા છે તે ખુશીની વાત છે. સરકારની જવાબદારી ખેડૂતોને સારાભાવ અપાવવાની અને ઉપભોકતાઓને વ્યાજબી ભાવે કોમોડીટી મળી રહે તે જોવાની છે. માંગ અને મળતર વચ્ચે સુમેળ જાળવવા માટે મુકત વેપાર રહે તે જરૂરી છે. અર્થશાસ્ત્રીઓએ કહેલું કે Economic Justice can best by free man through tree enterprise આમ મુકત વાતાવરણને કારણે મિલર્સોની અંદરોઅંદરની પ્રતિર્સ્ધાને કારણે ખેડુતોને સારાભાવ મળવાનો અને વપરાશકારોને વ્યાજબી ભાવે શિંગતેલ મળવાનો બંને હેતુ સર થયા છ. તો આપ વ્યાપારને નિયંત્રણ મુકત રાખવાની નીતી ચાલુ રાખશો. આ નિતીથી સરકારી સંસ્થાઓ પણ એસએસપી પર ખરીદી કરવાની ઝંઝટથી મહદ અંશે મુકત થઇ છે ને મોટા વહીવટી ખર્ચમાંથી સરકારને રાહત રહી છે.

તમામ ખાદ્યતેલમાં ગુજરાતની મગફળીમાંથી બનતું શિંગતેલ આરોગ્યની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે ને તેનો વપરાશ વધુને વધુ વધે તેા પ્રયત્નો કરવાની જરૂર છે. આરોગ્યની દ્રષ્ટિએ સારૂતેલ ખરીદવામાં કદાચ થોડુ મોંઘુ હોય તો પણ તે ખર્ચ કરવો જરૂરી છે. કારણ કે સસ્તા આયાતી તેલો ખાવાથી થતા રોગોથી થતા medical expenses થી બચી શકાય છે.

આ બધા પાસાઓને ધ્યાનમાં રાખી આપ નિયંત્રણ મુકત વ્યાપારની નીતી ચાલુ રાખશો કયારેક Demand & Supply નું બેલેન્સ bisturb થાય ત્યારે કોઇ પણ  commodity માં ભાવ વધારો આવી શકે છે પરંતુ આવા ભાવ વધારા ક્ષણિક હોય છે  ને થોડા સમયમાં જ વ્યાજબી લેવલ પર આવી જતા હોય છે. આવા સમયે panic reactinંઁ ન બનાવી સમજદારી પૂર્વકની નીચી અપનાવાવમાં સર્વનું હિત સમાયેલુ છે.

(3:21 pm IST)