Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

પેપરલેસ શ્રેષ્ઠ કામગીરી બદલ કારોબારીમાં બ્રિજેશ મેરજાનું બહુમાન

રાજકોટ તા. ૧૭ : આજ રોજ મળેલ પ્રદેશ કારોબારી બેઠકમાં પંચાયત, શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ ભાજપા કાર્યાલય અને રાજય સરકાર દ્વારા દિન-પ્રતિદિન પેપરલેસને આપવામાં આવી રહેલ પ્રોત્સાહનને ધ્યાને લઇને થયેલ ટેબલેટની કામગીરીમાં પ્રથમ નંબરે રહેતાં મંત્રીને પ્રદેશ કારોબારી બેઠક દરમ્યાન ઉભા કરીને સૌને બહુમાન કરવા આહવાન કરવા જણાવેલ અને સૌએ તાલીઓથી વધાવ્યા હતા.એટલું જ નહિ પણ ગુજરાત પ્રદેશ ભાજપાની સંગઠાત્મક અને રાજય સરકારની તેમને મળેલ જવાબદારીઓને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારી કામગીરી કરવા બદલ પ્રદેશ ભાજપા પ્રમુખ શ્રી સી.આર.પાટીલ દ્વારા વધાવ્યા હતા. પોતાને મળેલ આ બહુમાનને મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ તેમના મતદાર વિભાગ મોરબી-માળીયા(મી)ના કાર્યકર્તાઓ અને પ્રદેશ કાર્યાલય સાથે સાથે રાજય સરકારનો આભાર વ્યકત કરેલ. આ બહુમાનથી મંત્રીશ્રીને વધુમાં વધુ ઉત્કૃષ્ટ કામગીરી કરવા પુરતું પ્રેરકબળ મળશે તેવું મંતવ્ય વ્યકત કરેલ હતું.

(3:21 pm IST)