Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ફૈઝલ દ્વારા પોતાના ઘરે લેબોરેટરી ઊભી કરી ડ્રગ્સ બનાવવા કરેલ પ્રથમ પ્રયાસ નિષ્ફળ નિવડેલ

પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે સુરતના તમામ પોલીસ મથકોના સર્વેલન્સ સ્કોડ અને તમામ ડી સ્ટાફને કાર્યરત કરવાની રણનીતિ ફરી એક વખત રંગ લાવી : સફળતા ન મળતા જૈમિન સવાણીને ડ્રગ્સ લેબોરેટરી વેચી નાખેલ, અખબારમાં નામ છપાતા ભરૂચ નાસી ગયેલ, અમરોલી પીઆઇ આર.પી.સોલંકી, પીએસઆઈ વી.એ.ડોડીયા,એ.એસ.આઈ.દિપકભાઈ તથા કિરીટભાઇ ઠક્કર દ્વારા મોડી રાત સુધી થયેલ પૂછપરછમાં તડકા ભડાકા જેવી વિગતો ખુલ્લી

રાજકોટઃ તા.૧૭, સુરતને ડ્રગ્સ મુકત બનાવવાના અભિયાનને પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ટોપ પ્રાયોરીટી આપવાના આપેલ આદેશનો સુરત પોલીસ દ્વારા પણ ચુસ્તતા પૂર્વક કરવામાં આવતા અમલ સંદર્ભે સુરતમાં ડ્રગ્સ લેબોરેટરી બનાવવાની હિંમત કરનાર આરોપીને ઝડપી લેવાના પગલે વોન્ટેડ આરોપીને ઝડપી લેવા માટે સુરત ક્રાઇમ અને એસઓજી બ્રાંચ સહિત તમામ પોલીસ મથકના ડી સ્ટાફને કામે લગાડવાની રણનીતી સફળ પુરવાર થઇ છે.

મૂળ ભરૂચ પંથકના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ફૈઝલને ઝડપી લેવા સાથે તેની સઘન પૂછપરછ પોલીસ કમિશનર અજય કુમાર તોમરના માર્ગદર્શન હેઠળ અમરોલી પીઆઇ આર.પી.સોલંકી તથા પી.એસ. આઈ. વી.એ.ડોડીયા, એ.એસ. આઇ.દિપકભાઈ મનોહરભાઈ અને કિરીટભાઇ ઠક્કર ટીમ દ્વારા પૂછપરછ કરતા ધડાકા જેવી વિગતો ખુલ્લી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. આરોપી દ્વારા આકરી પૂછપરછ દરમિયાન જણાવેલ  એકાદ વર્ષ પહેલા સરથાણા ખાતે રહેતા જૈમીન સવાણી તથા મારા સામેની બિલ્ડીંગમાં રહેતા મારા મિત્ર ઇમરાન રહેવાસી- એચ -ર કોસાડ આવાસ અમરોલી સુરતનાઓ સાથે મળીને અમે એમ.ડી ડ્રગ્સ બનાવાની સાધન સામગ્રી ભેગી કરેલ અને મારા ઘરે એમ.ડી ડ્રગ્સ બનાવતા ડ્રગ્સ બનેલ નહી અને ડ્રગ્સ બનાવાની તમામ સાધન સામગ્રી મારા મિત્ર જૈમીન સવાણીને આપી દીધેલ તેમજ જૈમીનએ રાજસ્થાન ખાતેથી પ્રવિણ વાના બિસ્નોઇ પાસે ડ્રગ્સ મંગાવેલ અને આ પ્રવિણ વાના બિસ્નાોઇ ડ્રગ્સના જથ્થા સાથે સુરત પુણા કડોદરા હાઇવે પકડાઇ ગયેલ અને ન્યુઝ પેપરમાં મારૂ તથા ઇમરાનનુ નામ આવતા હું મારા મુળવતન ભરૂચ ચાલી ગયેલ હતો. અને ગઇ તા-૧૪/૧૧/ ર૦૨૧ ની મોડી રાત્રે ઘરે આવતા જાણવા મળેલ કે, મારા ઘરે પોલીસ તપાસ કરવા માટે આવેલી જેથી મારી ધરપકડ ટાળવા સારૂ પરત ગામ ભાગી જવાની તૈયારી કરતો હતો તે દરમ્યાન તમો પોલીસએ મને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ તે રીતેની હકિકત જણાવેલ અને પોતે પુણા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો હોવાની કબુલાત કરેલ છે.

 શોધાયેલ ગુન્હાઃ (૧) પુણા પોલીસ સ્ટેશન બી- ૧૧૨૧૦૦૪૬૨૧૨૫૯૫ એનડીપીએસ એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), રર(સી), ર૯

ગુનાહીત ઈતીહાસઃ

આ કામના આરોપી વિરૂધ્ધમાં અગાઉ

(૧) અમરોલી પો.સ્ટે. । ૩૪૫/ર૦૧૯ ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮ જી.પી.એકટ ૧૩૫ મુજબ (૨) અમરોલી પો.સ્ટે. એ- ર૫૫૦/ર૦૨૧ ઇ.પી.કો કલમ ૩૨૪, ૩૨૩, ર૯૪(ખ) જી.પી.એકટ ૧૩૫ મુજબ

(2:35 pm IST)