Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધિની એકાદશીના દિને વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી

રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે SGVP ગુરુકુલના છ પાર્ષદો સહિત ૪૯ પાર્ષદોને સંતની દિક્ષા અપાઇ

અમદાવાદ તા.૧7 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે કાર્તિક સમૈયો દિવ્યતાથી દિવ્ય ઉજવાઇ છે, આ સમયે વડતાલ શ્રી હરિકૃષ્ણમહારાજની સાનિધ્યમાં અને ગોપાળાનંદ સ્વામીના આસને, વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ પ.પૂ. ધ.ધુ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે SGVP ગુરુકુલના છ પાર્ષદો સહિત ૪૯ મુમુક્ષુઓને ભાગવતી દિક્ષા આપી હતી.

દિક્ષા પૂર્વે  ગણપતિ, હનુમાનજીઆદિ દેવોનુ સવારે ૭ થી ૯:૩૦સુધી પૂજન કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે વડિલ સંતોએ તમામ દિક્ષાર્થીઓને શુભાશીર્વાદ આપ્યા હતા.

        દેવદિવાળીના શુભ પર્વે સવારે ૭ કલાકે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે બે બ્રહ્મચારી તથા ૪૭ પાર્ષદો સહિત ૪૯ પાર્ષદોને કંઠી જનોઇ પહેરાવી, ગુરુમંત્ર આપીને સંત દિક્ષા આપી હતી. જેમા SGVP ગુરુકુલના ૬ પાર્ષદો સહિત વડતાલના ૧૮, જુનાગઢના ૨૭,ગઢડાના ૪ પાર્ષદોને ભાગવતી સંત દિક્ષા આપી હતી.

        આ પ્રસંગે સભામાં મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, બાપુ સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, નિત્યસ્વરુપદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી, મેમનગર ગુરુકુલથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ડો.સંતવલ્લભદાસજી સ્વામી, ઇશ્વરચરણદાસજી સ્વામી વગેરે વડિલ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

        આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને હરિભકતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો જયઘોષ કરી નવદિક્ષિત સંતોને વધાવ્યા હતા. નવદિક્ષિત સંતોએ સભામંડપમાં પોતાની આગવી શૈલીમાં પ્રવચન કર્યું ત્યારે સૌ કોઇએ તાલીઓના ગડગડાટથી સંતોને વધાવ્યા હતા. આચાર્ય મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ દિક્ષિત સંતો દિક્ષા ગ્રહણ કરીને સમાજના કલ્યાણ અને ધર્મનો પ્રચાર કરી સંપ્રદાયનો ડંકો વગાડશે.

આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વડતાલ ગાદી ઉપર આરુઢ થયા ત્યારથી માંડીને અત્યાર સુધી ૭૬૮ સંતોને ભાગવતી દિક્ષા આપી છે.

 

(1:48 pm IST)