Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સુરતમાં બ્રિજ પરથી ઝંપલાવ્યું તો ખરૂ

પણ મોતને જોઈ પિલર પકડી એક કલાક બેઠો રહયો આખરે ફાયરે બચાવ્યો

 સુરતઃ ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે ૧૨.૨૩ કલાકની હતી. કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી એક યુવકે ભુસ્કો માર્યો હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોટ વડે યુવકને સહીસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેના મામા પણ સ્થળ ઉપર હાજર હતા. યુવક કારિગલ ચોક પાસેની ચક્રતા સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય હોવાનું બહાર આવ્યું હતું.

 ફાયર ઓફિસર શ્રી વાળાએ જણાવ્યું હતું કે યુવકે તાપી નદીમાં ભુસ્કો માર્યા બાદ પાણીમાં ડૂબી રહ્યો હતો. જોકે મોતને વ્હાલું કરવાનો ઈરાદો હોવા છતાં પાણીમાં પડ્યા બાદ તેને પોતાનો જીવ વ્હાલો લાગતા બચવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પાણીમાં જ આમ તેમ હાથ પગ મારવા લાગ્યો હતો. ત્યારે બ્રિજનો પિલર તેના હાથમાં આવી ગયો હતો. પાણીમાં જ તેને પિલરના ગેપ પાસેથી પકડી રાખ્યો હતો. આમ તે લગભગ એક કલાક સુધી રહ્યો હતો. અને મામાને ફોન પર આખી ઘટના સંભળાવતા પરિવારે ઉભડક જીવે દોડધામ કરી ફાયર બ્રિગેડની મદદથી બચાવી લીધેલ.

(12:23 pm IST)