Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભાજપની પ્રદેશ કારોબારીઃ ર૦રરની જીતનો સંકલ્‍પ

પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓનું સન્‍માનઃ કેન્‍દ્ર અને રાજય સરકારને અભિનંદન આપતો ઠરાવઃ પેઇજ પ્રમુખ યોજના પર ભારઃ નવા કાર્યક્રમોની જાહેરાતઃ ગુપ્તા, પાટીલ, પટેલ વગેરેની હાજરી

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત ભાજપની કારોબારી આજે સવારે ૧૦ વાગ્‍યાથી સાંજ સુધી કમલમ પ્રદેશ કાર્યલય ખાતે યોજાયેલ છે. જેમાં ર૦રર ની ચૂંટણીમાં વધુ એક વખત વિજય માટે સંકલ્‍પ કરી તેને અનુરૂપ સંગઠનના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાંથી હમણા પદ્મશ્રી એવોર્ડ મેળવનારા શ્રેષ્‍ઠીઓનું સન્‍માન કરવામાં આવશે. રસીકરણ સહિતની ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ કેન્‍દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્‍દ્ર પટેલની સરકારને અભિનંદન આપતો ઠરાવ થશે.
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની અધ્‍યક્ષતામાં તેમજ પ્રદેશ સહ પ્રભારીશ્રી સુધીરજી ગુપ્તા, મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રદેશ કારોબારીની બેઠક રાખવામાં આવી છે. જેમાં રાષ્‍ટ્રીય અને પ્રદેશના પક્ષના હોદેદારો, પ્રદેશમાં રહેતા મોરચાના રાષ્‍ટ્રીય હોદેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખ પ્રદેશ સેલ સંયોજક (પ્રદેશ દ્વારા નિヘતિ થયેલ કોઇ એક સંયોજક) પ્રદેશ વિભાગના સંયોજક શ્રી (પ્રદેશ દ્વારા નિヘતિ થયેલ કોઇ એક સંયોજક) પ્રદેશ કારોબારી સભ્‍યો, પ્રદેશ આમંત્રીત સભ્‍યો, પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્‍યો, જીલ્લા-મહાનગરના પ્રભારીઓ, જીલ્લા - મહાનગરના પ્રમુખ, રાજય સરકારના તમામ મંત્રીઓ, સંસદ સભ્‍યશ્રીઓ (લોકસભા અને રાજયસભા) અપેક્ષિત છે.

 

(11:52 am IST)