Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કાલે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

19 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ માવઠાની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 19 નવેમ્બરે દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ માવઠાની આગાહી કરાઈ છે.

(11:44 am IST)