Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભાજપના જુના અને જાણીતા નેતા આઈ.કે. જાડેજાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત ભાજપના સિનિયર અગ્રણી અને ગોલ્ડન ગોલ કમીટીના વડા શ્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાનો જન્મ ૧૯૫૮ના વર્ષની ૧૭ નવેમ્બરે થયેલ.

આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ 'આઈ.કે.' તરીકે જાણીતા છે. ભૂતકાળમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ, રાજ્યમાં યુવા-સેવા સાંસ્કૃતિ, શહેર વિકાસ, માર્ગ મકાન વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે. તેઓ અમદાવાદ મહાનગરના પાર્ટીના પ્રભારી રહી ચૂકયા છે. વધે આઈ.કે.ની નામના, એવી જન્મદિનની શુભકામના.

મો. ૯૪૨૭૩ ૦૬૦૨૬ - ગાંધીનગર

(10:59 am IST)