Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

નર્મદા જિલ્લા કલેક્ટર ધ્વારા વિશિષ્ટ સેવાઓ બદલ કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર  ડી.એ.શાહે રાજપીપલા કલેકટરાલય ખાતે વિવિધ શાખા ઓમાં નાયબ મામલતદાર તરીકે, રિસર્ચ ફેલો તરીકે તેમજ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ચૂનંદા કર્મયોગીઓનું જે તે શાખામાં પહોંચીને આ કર્મયોગીઓની નોંધપાત્ર કામગીરી- આઉટસ્ટેન્ડીંગ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.શાહે નાયબ માહિતી નિયામક વાય.આર.ગાદીવાલા, નાયબ મામલતદાર સર્વ ગોવિંદ કરમુર,હિતેશ પ્રજાપતિ અને પૂર્વીબેન પરમાર તથા ઇ.ચા. નાયબ મામલતદા જયરામ જોષી તેમજ રિસર્ચ ફેલો સુશ્રી હિરણ્યા કાલાકુરી સહિત સંબંધિત કર્મયોગી પાસે સામે ચાલીને તેમની ફરજની બેઠક વ્યવસ્થાના સ્થળ પાસે જઇને સરપ્રાઇઝ સાથે પ્રશસ્તિપત્રના રૂપમાં ગૌરભર્યુ વિશિષ્ટ સન્માન પ્રદાન કર્યુ છે. આમ, જિલ્લા કલેક્ટર શાહે અન્ય કર્મયોગીઓમાં પણ આ પ્રકારની કાર્યપ્રણાલી વિકસે તે દિશામાં પ્રેરક-અનોખી મિશાલ કાયમ કરી છે.

(10:20 pm IST)