Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

દિવાળી તહેવારમાં શ્વાસના કેસમાં 55 ટકા અને દાઝી જવાના કેસમાં 400 ટકાનો ધરખમ વધારો

ત્રણ દિવસમાં કુલ 2055 માર્ગ અકસ્માતને લગતા ઇમરજન્સી કેસ નોંધાયા

અમદાવાદ : રાજયમાં દિવાળીના તહેવારને લઈ પહેલાથી ફાયર અને 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.આ આ વખતે ધુમાડાથી શ્વાસ લેવાની તકલીફના સામાન્ય દિવસમાં 335 જેટલા કોલ 108 એમ્બ્યુલન્સને મળતા હોય છે,બીજી બાજુ 25 લોકો દાઝી ગયા હોવાની ઘટના પણ સામે આવી છે. બેભાન થવું, ચક્કર આવવા જેવા 172 કેસ નોંધાયા હતાં.

સ્ટ્રોક-પેરાલિસિસના કેસમાં 8.33 ટકાનો વધારો થયો છે. કાર્ડિયાકના 4 ટકા કેસ વધ્યા છે. પેટના દુઃખાવાની ફરિયાદના કેસમાં ચાર ટકા જેટલો ઘટાડો જોવાયો છે, સામાન્ય દિવસોમાં આવા રોજના 188 કેસ હોય છે, જોકે દિવાળીમાં 180 કેસ આવ્યા હતા, 108માં કોલની સંખ્યામાં પણ 27થી માંડીને 59 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. આગ લાગવાના-દાઝી જવાના કેસ અમદાવાદમાં સૌથી વધુ 5 નોંધાયા છે, આ ઉપરાંત સુરતમાં ૩, કચ્છ, મહિસાગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, નવસારી, પંચમહાલમાં એક-એક બનાવ નોંધાયો છે

IIT કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર એસએન ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, અમે દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી ફેલાતા પ્રદૂષણ અંગે પ્રયોગ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે દિવાળીના દિવસે ફટાકડા ફોડવાથી બે-ત્રણ દિવસ સુધી હવા ખરાબ રહે છે. આ દરમિયાન અતિસૂક્ષ્મ કણ વધી જાય છે

દિવાળી અને બાદના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકોની રોડ પર અવરજવરને લીધે માર્ગ અકસ્માતના ઇમરજન્સી કેસમાં 151 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં માર્ગ અકસ્માતને સરેરાંશ 335 જેટલા ઇમરજન્સી કેસ સામે આવે છે ત્યારે આ વખતે કોરોનાકાળ હોવા છતાં રાજ્યમાં દિવાળીના દિવસે – 589, બેસતા વર્ષના દિવસે – 625 અને ભાઈબીજના દિવસે – 841 માર્ગ અકસ્માતને લગતા ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં કુલ 2055 માર્ગ અકસ્માતને લગતા ઇમરજન્સી કેસ નોંધાયા હતા

(7:56 pm IST)