Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજ્યમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા : વધુ 1116 દર્દીઓ સ્વસ્થ થયા : કુલ કેસનો આંક 1,90,361 થયો : કુલ 1,74,088 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 7 લોકોના મોત : મૃત્યુઆંક 3815 થયો

આજે સૌથી વધુ અમદાવાદમાં 234 કેસ, સુરતમાં 180 કેસ, વડોદરામાં 133 કેસ, રાજકોટમાં 92 કેસ, મહેસાણામાં 60 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, બનાસકાંઠામાં 52 કેસ, પાટણમાં 34 કેસ, મહીસાગરમાં 25 કેસ, કચ્છમાં 23 કેસ, જામનગરમાં 22 કેસ, દાહોદમાં 18 કેસ, આણંદમાં 17 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,458 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ  1116 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1125 નવા  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3815 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,458 એક્ટિવ કેસ છે, જ્યારે 1,74,088 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,384 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 90,361 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1,સુરતમાં 1 મળીને કુલ 7 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1125 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 234 કેસ ,સુરતમાં 180 કેસ, વડોદરામાં 133 કેસ,રાજકોટમાં  92 કેસ, મહેસાણામાં 60 કેસ, ગાંધીનગરમાં 58 કેસ, બનાસકાંઠામાં 52 કેસ,પાટણમાં 34 કેસ, મહીસાગરમાં 25 કેસ, કચ્છમાં 23 કેસ,જામનગરમાં 22 કેસ,દાહોદમાં 18 કેસ,આણંદમાં 17 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં  47,328 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 69,23,993 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,45 ટકા થયો છે

(7:06 pm IST)
  • જમ્મુ કાશ્મીરમાં ફરી આજે સવારથી બરફવર્ષા ચાલુ : જમ્મુ કાશ્મીરના ડોડા અને કીશ્તવાડમાં આજે ફરીથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે : તાપમાન ૦ સુધી પહોંચી ગયુ : ગઈકાલે પણ જમ્મુ કાશ્મીરના અનેક સ્થળોએ બરફવર્ષા થઈ હતી : જમ્મુ - શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે access_time 1:05 pm IST

  • ૧૦ અને ૧૨ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માંગણી સુપ્રિમે ફગાવી દીધી : કોરોના મહામારી દરમિયાન ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરિક્ષા ફી માફી કરવાની માંગણી કરતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : આ અરજીમાં દિલ્હી સરકાર અને સીબીએસઈ પરીક્ષા ફી માફ કરે તેવુ સુપ્રિમ કોર્ટ હુકમ આપે તેવી માંગણી કરવામાં આવેલ access_time 1:03 pm IST

  • પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે : પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૧૨ નવા કેસો સામે આવ્યા છે, સાથોસાથ ૪૩૭૬ લોકો સાજા પણ થયા છે, જયારે ૫૩ લોકોએ આજ સવાર સુધીમાં જીવ ગુમાવ્યા છે : જયારે દિલ્હીમાં ૩૭૯૭ નવા કેસો જોવા મળ્યા છે : સામે ૩૫૬૦ લોકો સાજા પણ થયા છે : આજે સવાર સુધીમાં દિલ્હીમાં ૯૯ લોકોના મૃત્યુ થયા છે access_time 1:02 pm IST