Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ભાલેજ પોલીસે સાંજના સુમારે હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને કાસોર-અડાસમાંથી ઝડપી પાડ્યા

અડાસ:ભાલેજ પોલીસે ગઈકાલે સાંજના સુમારે કાસોર ગામના મહાકાળી મંદિર પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની અંગજડતી તેમજ દાવ પરથી પોલીસને કુલ ૨૫૨૦ રોકડા મળી આવતાં તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

 


બીજા બનાવમાં વાસદ પોલીસે ગઈકાલે બપોરના સુમારે અડાસ તાબે દેણાપુરા તળાવ ઉપરની ખુલ્લી જગ્યામાં દરોડો પાડીને વિજયભાઈ અંબાલાલભાઈ પરમાર, મેહુલભાઈ કાંતિભાઈ પરમાર, કમલેશભાઈ મગનભાઈ પરમાર, રામસિંહ મફતભાઈ ડાભી અને વિનુભાઈ પુંજાભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેઓની પાસેથી કુલ ૨૧૪૦ની રોકડ મળી આવતાં તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(3:38 pm IST)