Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રખડતા પશુઓંએ વડોદરામાં 39 વર્ષીય યુવકનો ભોગ લીધો:સ્કૂટર આડે ગાય આવી જતા સર્જાયો અકસ્માત

વડોદરા:શહેરમાં જાહેરમાર્ગ પર રખડતા  પશુએ ૩૯ વર્ષના યુવકનો ભોગ લીધો છે અને પરિવારમા દિવાળીની ખુશી ગમગીનીમાં ફેરવાઇ ગઇ છે. 

રાવપુરા  રાણાવાસમાં રહેતો ૩૯ વર્ષનો મેહુલ ઠાકોરભાઇ રાણા નોકરી કરે છે. ગત ૧૧મી તારીખે  સાંજે સાડાપાંચ વાગ્યે મેહુલ રાણા સ્કુટર લઇને ફતેગંજ ઇએમઇ  બ્રિજથી સર્વિસ રોડ પર ફતેગંજ જઇ રહ્યો હતો. તે  દરમિયાન રસ્તામાં અચાનક ગાય આવી જતા મેહલુ રાણાનું સ્કુટર ગાય સાથે અથડાયું હતું. રસ્તા પર ફંગોળાઇ ગયેલા મેહુલ રાણાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તે ઉપરાંત  હાથ અને પગ પર પણ તેને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે  ઘવાયેલા મેહુલ રાણાને સારવાર અર્થે ખાનગી  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર  દરમિયાન મેહુલ રાણાનું મોત નિપજ્યુ હતું. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:37 pm IST)
  • ૧૦ અને ૧૨ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માંગણી સુપ્રિમે ફગાવી દીધી : કોરોના મહામારી દરમિયાન ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરિક્ષા ફી માફી કરવાની માંગણી કરતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : આ અરજીમાં દિલ્હી સરકાર અને સીબીએસઈ પરીક્ષા ફી માફ કરે તેવુ સુપ્રિમ કોર્ટ હુકમ આપે તેવી માંગણી કરવામાં આવેલ access_time 1:03 pm IST

  • દિલ્હીની એક અદાલતે ચીની નાગરીકની જામીન અરજી ફગાવી દીધી છે : આ ચીની નાગરીકને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા ઓફીશ્યલ સિક્રેટ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી access_time 1:04 pm IST

  • નાસા અને એલન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા સફળતાપૂર્વક ૪ અવકાશયાત્રીઓને અવકાશમાં ભ્રમણ કરી રહેલ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે જોડાવા ખાસ રોકેટ દ્વારા કેપ કેનાવરલના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડવામાં આવેલ છે access_time 10:03 am IST