Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

અમદાવાદના બોપલમાં નવા વર્ષની શરૂઆતમાં 22 લોકો કોરોના પોઝિટિવ બન્યા

અમદાવાદ:શહેરમાં નવા વર્ષે કોરોના વાયરસના કેસ વધ્યા હોવાનો રિપોર્ટ આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા નવા સીમાંકનમાં બોપલ વિસ્તારને આવરી લેતાં હવે બોપલ વિસ્તારની તમામ તકેદારી અને સુવિધાનું ધ્યાન મહાનગરપાલિકા કરે છે. એવામાં અન્ય વોર્ડની જેમ બોપલ વિસ્તારમા ઉભા કરવામાં આવેલાં કોરોના કિઓસ્કમાં બેસતા વર્ષના દિવસે ટેસ્ટ કરાવવા માટે 200થી 300 લોકો ઉમટ્યા હતા. 

તમામ લોકોને કોરોનાના લક્ષણો હોવાનો અનુભવ થતાં તમામ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બપોરનાં 12 વાગ્યા સુધી આશરે 45 જેટલાં ટેસ્ટમાં કુલ 22 પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ કરવામાં આવેલાં ટેસ્ટમાં પણ સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા મળી હતી. 

(3:36 pm IST)
  • રશિયાથી કોરોના વેકસીનની પ્રથમ ખેપ આવી પહોંચી : કોરોના સામેની રશિયાની સ્પુટનિક-વી કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ જથ્થો આજે મુંબઇ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ ઉપર આવી પહોંચેલ હતો. access_time 5:52 pm IST

  • સુપ્રિમ કોર્ટે એક ચુકાદો આપતા કહ્યુ કે લશ્કરમાં નિમણુંકો અંગે અમે કોઈ દખલગીરી કરવા માંગતા નથી access_time 1:03 pm IST

  • જી-મેઈલ વાપરતા નહિં હો તો એકાઉન્ટ ડિલીટ થઈ જશે : લાંબા સમયથી ઈન એકટીવ રહેલા જી-મેઈલ એકાઉન્ટને ગુગલ ટૂંક સમયમાં ડીલીટ કરી નાખશે : આ ઉપરાંત જી-મેઈલ અને ગુગલ ડ્રાઈવ ઉપર જે વપરાશકર્તાઓ તેમની લીમીટ વળોટી ગયા હોય તેમના એકાઉન્ટ પણ ડીલીટ કરી નાખશે તેવુ જાહેર થયુ છે access_time 12:08 pm IST