Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોવીડ વોર્ડમાં દિવાળીની અનોખી ઉજવણી

વોર્ડને સજાવી,શણગારી અને પ્રકાશિત કરી ઘર જેવો જ માહોલ સર્જી દીધો : ફૂગ્ગા, લાઈટો અને ફૂલોથી કોવિડ વોર્ડને સજાવી રંગોળી પૂરી કોરોના વૉરિયરની સેવાને બિરદાવી : વીડિયો કોલીંગથી તેમના સ્વજનો સાથે સંવાદ કરી અનોખી ભેટ આપી

વડોદરા :નૂતન વર્ષના દિવસે ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ પરના તબીબો,નર્સિંગ અને આરોગ્ય સ્ટાફ અને સેવકોએ અનોખી ઉજવણી કરી હતી  તેઓનો રણ મોરચો જુદો હતો અને ગોળીઓ ઝીલવાની ન હતી, પરંતુ તેઓ સૈનિકોની માફક જ સપરમાં દિવસે પોતાના કુટુંબ કબીલાથી દૂર રહીને, જોખમ વહોરીને કોરોના પીડિતોની સારસંભાળ લઈ રહ્યા હતા અને એમની સાથે જ કોરોના વોર્ડને સજાવી,શણગારી અને પ્રકાશિત કરી નવા વર્ષની તકેદારીઓ પાળીને ઉજવણી કરી હતી.

વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી આયોજિત આ અનોખી ઉજવણીમાં ડો.વિજય શાહે જોડાઈને સહુનો ઉત્સાહ વધાર્યો હતો. શુભકામનાના એક વધારાના કદમ રૂપે સારવાર હેઠળના દર્દીઓને વીડિયો કોલીંગથી તેમના સ્વજનો સાથે સંવાદ કરી અનોખી ભેટ આપી હતી.

 

વર્તમાન ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડીયા પણ આ સરકારી દવાખાનામાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તેમણે દર્દીઓ સાથે એકાત્મતા અને સ્વજન ભાવ કેળવી ઉત્સવનો આનંદ આપવાની આ શુભ ચેષ્ટા ને બિરદાવી હતી અને સહુને શુભેચ્છા પાઠવી હતી.

દર્દીઓ અમારા સ્વજનો જેવા છે અને નવા વર્ષના આ પાવન પર્વે એમના સગા વ્હાલાથી દૂર છે, ત્યારે અમે જ એમના કુટુંબીજનોની ફરજ બજાવી રહ્યાં છે એવા શબ્દો સાથે ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, નવા વર્ષનો આનંદ તેમને મળે તે માટે તબીબો અને આરોગ્ય કર્મચારીઓ,સેવકો સહિતના સમગ્ર સ્ટાફે વોર્ડની રંગ બિરંગી લાઇટ્સ,ફુગ્ગા અને ફૂલોથી સજાવટ કરી હતી

કોરોના વોરિયરની સેવાઓને બીરદાવતી રંગોળીથી પ્રવેશ દ્વાર સજાવ્યું હતું અને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવ્યું હતું. સહુને ત્વરિત રોગ મુક્તિ મળે એવી શુભકામનાઓ પાઠવી હતી.

આમ ગોત્રી કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીઓ દિપાવલી અને નૂતન વર્ષના ઉત્સવ અને ઉત્સાહથી વંચિત ન રહે તેવી પ્રેરક અને વિશેષ સારસંભાળ લઈ કોરોના વોરિયરના સમર્પણનો પ્રેરક દાખલો બેસાડવામાં આવ્યો હતો.

(11:52 am IST)
  • મધ્યપ્રદેશમાં હિસ્ટ્રીશીટર રમેશ તોમરના ગેરકાયદે બિલ્ડીંગોને કોર્પોરેશને બુલડોઝર ફેરવી તોડી પાડેલ છે access_time 1:03 pm IST

  • હવે ભાજપની નજર કરૂણાનિધિના પુત્ર ઉપર મંડાઈ : આવતા વર્ર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તામિલનાડુનું રાજકારણ કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષે તામિલનાડુના લોખંડી રાજપુરૂષ સ્વ. કરૂણાનિધિના પુત્ર અલાગીરી ઉપર નજર માંડી છે : અલાગીરી ટૂંક સમયમાં જ ચૂંટણી પહેલા નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાનું જાણવા મળે છે : ભાજપ તેનો સાથ લઈ દક્ષિણના રાજયોમાં અડીંગો જમાવવા પૂરતો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે access_time 12:07 pm IST

  • દિલ્હીની એક અદાલતે ચીની નાગરીકની જામીન અરજી ફગાવી દીધી છે : આ ચીની નાગરીકને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા ઓફીશ્યલ સિક્રેટ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી access_time 1:04 pm IST