Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

વલસાડના ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ પોતાની દિવાળી આદિવાસી બાળકો સાથે ઉજવી

પોલીસ માત્ર દંડા વાળી કરી ને કાયદા નો અમલ જ નથી કરાવતી લાગણી ભર્યું હૈયું પણ દરેક પોલીસ કર્મી ધરાવે છે

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા તેમના પોલીસ સ્ટાફ સાથે ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ ખોબા ખાતે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા પરિવાર તેમજ ટ્રસ્ટ ના પ્રણેતા સામાજિક કાર્યકર નિલમભાઈ સાથે ગામના બાળકો તેમજ ગ્રામજનોમાં મીઠાઈ વેહચી તથા  બાળકો સાથે ખૂબ આનંદ પૂર્વક ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. ગામના તમામ બાળકોના મુખ પર અનોખી ખુશી લહેર જોવા મળી હતી. જેમાં પોલીસકર્મીઓ, પ્રાધ્યાપિકા ર્ડા. આશાબેન ગોહિલ, હાર્દિકભાઈ, પ્રભાકર યાદવ, તેજસ દેસાઈ, અજયભાઈ સૌ હાજર રહ્યા હતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની આ પહેલ બિરદાવવા લાયક છે જિલ્લા પોલીસ સામાન્ય લોકોની પડખે હોઈ તહેવારોમાં એ દ્રશ્ય ભાવુક હતુ.જિલ્લા તેમજ જિલ્લા બાર પણ આ પહેલની નોધ લેવાઈ રહી છે.

(11:12 am IST)