Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: આગેવાનો-હોદ્દેદારોએ એકબીજાને નવાવર્ષની શુભેચ્છા આપી

પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ સંગઠન માળખાને મજબૂત બનાવવાનો સંકલ્પ

પાટણ:  જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યુ હતુ.જેમાં પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેર ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પૂર્વ જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌ આગેવાનોએ ભાજપ સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ કર્યા હતા.

(11:33 pm IST)