Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોરોના ઈફેક્ટ : નવા વર્ષમાં હાથ મિલાવવાની જગ્યાએ હાથ જોડીને લોકોએ કર્યું અભિવાદન

નૂતનવર્ષના હર્ષભેર વધામણાં સાથે કોરોના વાયરસથી બચવા પણ તકેદારી

અમદાવાદ :નવા વર્ષના લોકોએ હર્ષભેર વધામણાં કર્યા છે. ત્યારે લોકોએ કોરોના વાયરસથી બચવા પણ તકેદારી રાખી છે. આ વર્ષે લોકોએ નવા વર્ષનું અભિવાદન હાથ મિલાવીને નહીં પણ હાથ જોડીને કર્યું હતું.

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે ત્યારે તહેવાર પણ છે. જેથી તહેવારના રંગમાં ભંગ ના પડે તેની તકેદારી લોકોએ જાતે જ રાખી છે દર વર્ષે હાથ મિલાવીને કે ગળે મળીને લોકો મળતા હોય છે પરંતુ આ વર્ષે લોકોએ દુરથી જ હાથ જોડીને એક બીજાને અભિવાદન કર્યું છે.

બીજીતરફ તહેવારમાં લોકો એકબીજા સાથે મળીને જાહેર સ્થળ ઉપર ભીડ સ્વરૂપે ભેગા ના થાય અથવા સોશિયલ ડિસ્ટન્સનું ભંગ ના કરે તે માટેની તકેદારી તંત્ર દ્વારા પણ રાખવામાં આવી છે. જાહેર સ્થળો પર લોકોને નિરંતર સૂચના આપવામાં આવી રહી છે. જરુર જણાય ત્યાં પોલીસ દ્વારા પણ લોકોને નિયમોના પાલન માટે સમજાવવામાં આવી રહ્યું છે.

હાલની પરિસ્થિતિને જાગૃત નાગરિકો પણ સમજ્યા છે અને સરકાર તરફથી આપવામાં આવેલા હાઈડલાઈનનું પાલન કર્યું છે, આ રીતે નિયમોનું પાલન થાય તો મહામારી સામે લડતમાં જીત મેળવી શકાશે.

(9:05 am IST)