Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

અમદાવાદના પાર્ટી પ્લોટમાં લગ્ન સમારોહમાં હુક્કાની મહેફિલ ! : હવામાં ફાયરિંગ કરતો વિડિઓ વાયરલ

વાયરલ વીડિયો દાણીલીમડા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટનો હોવાનું ખુલ્યું

અમદાવાદના એક પાર્ટી પ્લોટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાર્ટી પ્લોટમાં લગ્ન સમારોહમાં હુક્કાની મહેફિલ માણતા લોકો અને તેની સાથે ઉત્સાહમાં આવેલ એક યુવક પાર્ટી પ્લોટમાં હવામાં ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો દાણીલીમડા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટનો હોવાનું સામે આવી રહ્યું છે.

હાલ રાજયમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જેથી સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટેની અપીલ કરી રહી છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકારે લગ્ન સમારંભ,તહેવારો સહિતના પ્રોગ્રામમાં 200 લોકોની પરવાનગી આપી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયમાં એક વીડિયો વાયરલ જોવા મળી રહ્યો છે.

આ વીડિયો ગુડલક પાર્ટી પ્લોટનો છે અને લગ્ન સમારંભનો છે જેમાં લોકો હુક્કાની મહેફિલ માણતા દેખાય છે અને એટલું જ નહીં એક યુવક ભારે ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. ગતરોજ દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો હુક્કાની મહેફિલ માણતા અને હવામાં ફાયરિંગ કરતો યુવાન આ વીડિયમાં કેદ થઈ ગયો છે.

જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું હતું અને લગ્નમાં ફાયરિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

(8:12 pm IST)