Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

પતિ-બોયફ્રેન્ડની સામે જ મહિલાઓનો ગેંગરેપ કરનારી ગેંગનો એક નરાધમ વીરમગામના વસાવાથી પકડાયો

સુમસાન રસ્તાઓ પર કપલ્સને બનાવતા શિકારઃ લૂંટના ઈરાદાથી રોકતા, કશું નહિ મળવા પર ગેંગરેપ કરતાઃ

અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાંચે વીરમગામના વસાવા ગામથી કુખ્યાત આરોપી અકબર ઉર્ફે લૂલો સંધીની ધરપકડ કરી લીધી છે. 45 વર્ષીય આ આરોપીના નામે બે ગેંગરેપના કેસ દાખલ હતા. જોકે, અકબરની ગેંગના 3 સભ્યો હજુ પણ ફરાર છે.

ક્રાઈમ બ્રાંચના પ્રભારી DCP રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, અમને હજુ સુધીમાં તો 2 કેસોમાં તેની સંડોવણી અંગેનો ખ્યાલ છે. એક કેસમાં એક યુવતિનું ગેંગરેપ તેના બોયફ્રેન્ડની સામે કરેલું તો અન્ય કેસમાં એક મહિલાનું ગેંગરેપ તેના પતિની સામે કર્યું હતું.

 

10 ઓક્ટોબરના રોજ અકબર અને તેના સાથીઓએ નર્મદા નહેરની પાસેથી પસાર થતી એક યુવતિ અને તેના બોયફ્રેન્ડને રોક્યા. બંને પાસેથી ઘરેણા અને પૈસાની માંગણી કરી. પણ તેમની પાસે વધારે કાંઈ હતું નહિ. તેનાથી નારાજ થઈ ત્રણેય આરોપીઓએ છોકરાના હાથ-પગ બાંધીને તેની સામે તે યુવતિ જોડે ગેંગરેપ કર્યું અને પછી તે બંનેને છોડીને ભાગી ગયા. જતા સમયે અકબર તે છોકરાનું હેલમેટ પણ લેતો ગયો જે તેની પાસેથી પ્રાપ્ત થયું.

 

ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ગેંગ લૂંટ અને હત્યા જેવા કામો પણ કરતા હતાં. જો કોઈ મહિલા પાસે મોંઘા ઘરેણા નહિ મળતા તો તેની સાથે ગેંગરેપ કરતા હતા. આ ગેંગ ગુજરાતના સાણંદ, સરખેજ, બાવલા, કલોલ, લંઘદજ, બાગોદરા, મહેસાણા અને વીરમગામ જેવી જગ્યાઓ પર 18થી વધારે ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે.

(11:58 pm IST)