Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

નાગરિકોને આરોગ્યની સુવિધાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ : નીતિનભાઈ પટેલ

લાંઘણજ ગામે 46 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતિકરણ કામનું લોકાર્પણ

મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે 46 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતિકરણ કામના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે કામ કરી રહી છે. આરોગ્યની સુવિધાઓ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ બની છે

   નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાજ્યમાં વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ થકી 4 કરોડ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. મા વાત્સલય કાર્ડ દ્વારા નાગરિકોએ આરોગ્યની સેવા મેળવેલ વિવિધ સારવાર માટે વાર્ષિક 1400 કરોડ રુપિયાનો ખર્ચ થયેલ છે.

  તેમણે ઉમેર્યું હતું કે ગરીબો,મધ્યમવર્ગીય,ખેડુતો,ગામડા અને વિધાર્થી સહિત છેવાડાના માનવીને આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે.

  નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સેવા સેતુ થકી સરકાર આપણા આંગણે આવી છે. વિવધ નાગરિકલક્ષી સેવાઓ મળવાથી નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થઇ નાગરિકોના જીવનધોરણમાં સુધારો થયો છે. રાજ્યમાં 1.25 કરોડ બાળકોની શાળા આરોગ્ય તપાસણ થકી બાળકોના સ્વાસ્થ્યની સીધી દરકાર કરાય છે

(8:59 pm IST)