Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.૧૨ની પરીક્ષામાં પાસ થવાની પદ્ધતિમાં મહત્ત્વનો ફેરફાર : વિદ્યાર્થીએ થિયરીમાં ૭૦ માર્કમાંથી ૩૩ ટકા અને ૩૦ માર્કના પ્રેક્ટિકલમાંથી પણ ૩૩ ટકા માર્ક લાવવા પડશે

Photo : CBSE

ગાંધીનગરસેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.૧૨ની પરીક્ષામાં પાસ થવાની પદ્ધતિમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે. આજ સુધી ધો.૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીએ ૧૦૦ માર્કમાંથી પાસ થવા માટે ૩૩ માર્ક લાવવા પડતા હતા. તેના બદલે હવેથી વિદ્યાર્થીએ થિયરીમાં ૭૦ માર્કમાંથી ૩૩ ટકા અને ૩૦ માર્કના પ્રેક્ટિકલમાંથી પણ ૩૩ ટકા માર્ક લાવવા પડશે. ધો.૧૦માં વિદ્યાર્થીએ દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક લાવવા પડશે.

પાસ થવા માટે વિદ્યાર્થીઓ આજ સુધી માત્ર થિયરીને જ મહત્ત્વ આપતા હતા. પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ વર્કના માર્કને પણ બોર્ડે ઉમેરી તેનું મહત્ત્વ વધાર્યું છે. જેથી વિદ્યાર્થી હવે પાસ થવા માટે માત્ર થિયરીને જ ફોકસ કરી શકશે નહીં.

આજ સુધી ધો.૧૨માં વિદ્યાર્થીએ ૧૦૦માંથી પાસ થવા માટે ૩૩ માર્ક લાવવા પડતા હતા. જેમાં ૭૦ માર્ક થિયરીના અને ૩૦ માર્ક પ્રેક્ટિકલના હતા. હવે થિયરીમાં પાસ થવા ઓછામાં ઓછા ૩૩ ટકા માર્ક લાવવા પડશે.

નવી પદ્ધતિમાં ઇંગ્લિશમાં થિયરીમાં ૭૦ના બદલે ૮૦ માર્ક કર્યા છે. જેમાં પાસ થવા લઘુતમ ૨૬ માર્ક અને ઈન્ટરનલ એસેસમેન્ટના ૩૦માંથી ૨૦ માર્ક કર્યા છે. જેમાં પાસ થવા લઘુતમ ૬ માર્ક કર્યા છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણ વિષયમાં થિયરીના ૭૦ માર્કમાંથી પાસ થવા ૨૩ માર્ક અને પ્રેક્ટિકલના ૩૦માંથી પાસ થવા ૯ માર્ક લાવવા પડશે. જ્યારે મેથેમેટિક્સમાં થિયરીના ૮૦ માર્કમાંથી પાસ થવા ૨૬ અને ઈન્ટરનલ એસેસમેન્ટમાં ૨૦માંથી પાસ થવા ૬ માર્ક લાવવા પડશે.

(11:36 am IST)