Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો : નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો

અમદાવાદઅમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યાં ન હતા. જેથી તેમણે ચાઇલ્ડ વેલફેરમાં પણ અરજી કરી હતી. મોડીરાત્રે ચાઇલ્ડ વેલફેરની ટીમ અને પોલીસ આશ્રમમાં પહોંચી હતી. ત્યારબાદ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં પણ ક્યાંય મળી ન હતી. જેથી પરિવારે રાતે જ હોબાળો મચાવ્યો હતો.

(11:37 am IST)