Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

૩૦મી પહેલા પ્રદેશ માળખાની રચના

૬૦ થી ૮૦ હોદ્દેદારોની થઇ શકે છે નિમણૂકઃ કોણ કપાશે-ઉમેરાશે તે અંગે ભારે ગુપ્તતાઃ પ્રમુખ અમિત ચાવડા દિલ્હીમાં :કોંગ્રેસ હાઇકમાન્ડ મહારાષ્ટ્રની મથામણમાં ગુંથાયુ

રાજકોટ,તા.૧૬: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની કવાયત શરૂ થઇ ગઇ છે.૩૦ મી નવેમ્બર પહેલા નવું સંગઠન માળખુ જાહેર થઇ જશે તેમ મનાય છે કોઇને નારાજ ન કરવાની વાત ભૂતકાળ બનશે એમ કહેવાય છે કે ૬૦ થી ૮૦ હોદ્દેદારોને નવા માળખામાં હાલતૂર્ત સમાવશે.

 

ગુજરાતના નવા માળખા અને કોંગ્રેસ આગામી કાર્યક્રમોને અનુલક્ષીને આને કોંગ્રેસ પ્રમુખ સોનિયાજીએ મહત્વની મીટીંગ બોલાવી છે. જેમાં અમિતભાઇ ચાવડાને તેડુ મોકલાવતા તેઓ આજે દિલ્હીમાં છે.

 

તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની સાથે હોવાના રાષ્ટ્રીય આગેવાનો બેઠક કરશે અન આગામી ત્રણ માસ દરમ્યાન યોજાનાર કાર્યક્રમોની પણ ચર્ચા થશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા તથાવિપક્ષી પરેશ ધાનાણી પાસેથી હાઇ કમાન્ડ જનવેદના આંદોલન કાર્યક્રમમાં સ્થાનિક (કક્ષાએથી તથા લોકોનો કેવો પ્રતિભાવ મળ્યો તે  અંગે પણ ચર્ચા થશે

બીજી  બાજૂ તરફ આવતીકાલથી હાઇકમાન્ડ મહારાષ્ટ્રમા ંરચાનારા સરકાર અંગે વ્યસ્ત બનશે ત્યારે આજે નવા પ્રદેશ માળખા અંગે પણ ચર્ચા થશે.

કોંગી વતુળોમાં એવુ ચર્ચાય છે કે ૩૦ મી નવેમ્બર પહેલા નવું પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખુ રચાઇ જશે. જમ્બો માળખામાંથી ઘણા ઘૂરંઘરો તથા શોભાના ગાંઠીયા જેવા આગેવાનો કપાશે.

નવું માળખુ ૬૦ થી ૮૦ હોદ્દેદારોનું બની શકે છે. એમ પણ કહેવાય છેકે તુર્તમાં રાજ્યના અમુક શહેર તથા જીલ્લાના પ્રમુખો પણ બદલાશે.

(9:25 pm IST)