Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ICICI બેંકે હવે મહા લોન ધમાકા મેળાની શરૂઆત કરી

બેંક દ્વારા દેશભરમાં ૨૦૦૦ મહા લોન મેળા થશેઃ ક્વિઝનાં ટોચનાં ૧૦૦ વિજેતાઓ શાહરૂખ ખાનને મળશે

અમદાવાદ, તા.૧૬: આઇસીઆઇસીઆઈ બેંકે અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં તથા મોટા કોર્પોરેટ ગૃહોમાં બેંકનાં ગ્રાહકો ન હોય એવી વ્યક્તિઓને લોનની તરત મંજૂરી આપવા અને હુન્ડાઈ મોટર્સ લિમિટેડ સહિત ઉત્પાદક સંચાલિત એક્સક્લૂઝિવ ઓફર પૂરી પાડવાની પહેલ સ્વરૂપે મહા લોન ધમાકા લોંચ કરવાની જાહેરાત કરી હતી. બેંક માર્ચ, ૨૦૨૦નાં અંત સુધીમાં આખા દેશમાં આ પ્રકારનાં આશરે બે હજાર જેટલા મહા લોન મેળાઓનું આયોજન કરશે. દરેક મેળા બે દિવસનાં હશે, જેમાં વ્યક્તિઓ પૂરતાં ડોક્યુમેન્ટ લઈને આવી શકે છે અને તેમને તેમની મનપસંદ વિવિધ પ્રોડક્ટ માટે લોન તરત મળી જશે. બેંકે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે પ્રથમ મેળાનું ઉદ્ઘાટન કરીને 'મહા લોન ધમાકા'ની શરૂઆત કરી છે. બેંક મહા લોન ધમાકામાં ટૂ અને ફોર વ્હીલર્સ, ટ્રક, ર્ફામિંગ ઇક્વિપમેન્ટ અને ટ્રેક્ટર્સ, પર્સનલ લોન, ગોલ્ડ લોન અને કિસાન ક્રેડિટ કાર્ડ પર લાભદાયક ઓફરો અને સ્પેશ્યલ પેકેજીસ ઓફર કરશે. આ મહા લોન મેળાઓ આસપાસનાં નગરો - ગામડાઓમાંથી લોકો માટે વન-સ્ટોપ શોપ છે, જેમાં ગ્રાહકોની જરૂરિયાત અનુસાર બેંકનાં ઉત્પાદનો અને સેવાઓની સંપૂર્ણ રેન્જ મળશે. મોટા કોર્પોરેટ ગૃહોમાં બેંક હોમ, પર્સનલ, ટૂ અને ફોર વ્હીલર તથા ક્રેડિટ કાર્ડ માટે લોનને તાત્કાલિક મંજૂરી આપશે. આ પહેલ પર આઇસીઆઇસીઆઈ બેંકનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, અમને આખા દેશમાંથી લોનની સુલભતા પ્રદાન કરવાનાં ઉદ્દેશ સાથે આખા દેશમાં મહા લોન ધમાકા શરૂ કરવાની ખુશી છે. આ પ્રયાસ અંતર્ગત અમે આખા દેશમાં સંભવિત ગ્રાહકોને તેમજ કોર્પોરેટનાં પગાર કર્મચારીઓને એમનાં ઘરઆંગણે તાત્કાલિક લોન અને ઓન-ધ-સ્પોટ મંજૂરીઓની વિશિષ્ટ સુવિધા આપી રહ્યાં છીએ. અમારું માનવું છે કે, અમે સરળ ધિરાણ, ઉત્પાદકો પાસેથી વાહનો પર એક્સક્લૂઝિવ સોદાઓ અને વિવિધ પ્રકારનાં ફાયદાનો વિશિષ્ટ સમન્વય પૂરો પાડીશું, જેમાં બોલીવૂડનાં સુપરસ્ટાર સાથેની મુલાકાત સામેલ હશે. ક્વિઝનાં ટોચનાં ૧૦૦ વિજેતાઓ બેંકનાં બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાનને મળી શકશે.

(2:22 pm IST)