Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

રવિવારે રાજ્યમાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષા: ચાર જિલ્લાના 48 હજાર ઉમેદવારોનું પરીક્ષા સ્થળ બદલાયું

  અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની પરીક્ષા આવતીકાલે લેવાશે. આ ઉપરાંત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પરિક્ષા યોજાશે. 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવા પડ્યાં હતા. પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ખૂટી પડતાં આ નિર્ણય લેવાયો છે. કુલ 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરિક્ષા આપવાના છે.

  બનાસકાંઠાથી ૧૩ હજાર વિદ્યાર્થીઓને મહેસાણા, મહેસાણામાંથી ૧૩ હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ તેમજ  ગાંધીનગરથી ૧૩ હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, જયારે અરવલ્લીમાંથી ૫ હજાર વિદ્યાર્થીઓને ખેડા અને  અરવલ્લીમાંથી ૪ હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ ખસેડાયા છે

(9:30 pm IST)