Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કાલે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા લેવાશે : 3171 કેન્દ્રો પર રાજ્યભરના 11 લાખ જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા

ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે.

અમદાવાદ : કાલે રવિવારે રાજ્યભરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાનાર છે. ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 11 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષા આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં લેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષા અગાઉ 20 ઓક્ટોબરના રોજ યોજાવવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી.

  ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. આ પરીક્ષા માટે ધોરણ - 12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે. અમદાવાદના 515 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાવવાની છે. સૌથી વધુ અમદાવાદમાંથી 1.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એક મિનિટ પણ મોડા આવનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ નહીં આપવામાં આવે.પરીક્ષાખંડમાં સુપરવાઈઝરને પણ મોબાઈલ સાથે ન રાખવા આદેશ કરાયો છે.

પરીક્ષાખંડના CCTV ફરજીયાત ચાલુ રાખવાની સૂચના પણ અપાઈ છે. CCTV નથી એવા કેન્દ્ર પર તકેદારી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. ઉમેદવારથી OMR માં ભૂલ થાય તો અન્ય OMR ન આપવા પણ આદેશ કરાયો છે

(10:43 am IST)
  • બિહારમાં રાજદના નેતાની ગોળી મારીને હત્યા : ઔરંગાબાદ જિલ્લાના મદનપુર ક્ષેત્રમાં ટંડવા નજીક સાંજે અજાણ્યા સશસ્ત્ર લોકોએ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને વેપરી મોહમ્મ્દ મુર્તુજા અલીની ગોળી મારી હત્યા કરી : મુર્તુજા અલી પોતાના ઈટોના ભઠ્ઠાનો હિસાબ કિતાબ કરતા હતા ત્યારે બાઇકસવારોએ ગોળીબાર કર્યો : હત્યારાઓએ ઈટોના ભાવ પૂછ્યા બાદ ગોળી મારી access_time 12:51 am IST

  • ભારતીય જનતા પક્ષે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતાદળમાંથી બળવો કરીને ભાજપમાં આવેલા 13 ધારાસભ્યોને ટિકિટ આપી છે access_time 10:45 pm IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી : સીએમ રઘુબીરદાસ સામે કોંગ્રેસે તેજતર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા : ટીવી ડીબેટમાં છવાયેલ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરવ વલ્લભ એક ખાનગી ચેનલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સબિત પાત્રા જયારે 10 ટ્રિલિયન 10 ટ્રિલિયન કહેતા હતા ત્યારે ગૌરવ વલ્લભે એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે તેવો બેધડક સવાલ કરતા સબિત પાત્રા જવાબ નહોતા આપી શક્યા અને હાંસીપાત્ર બન્યા હતા જેનો વિડિઓ ખુબ વાયરલ થયો હતો access_time 10:55 am IST