Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે હરિનૌમીએ રાજોપચાર પૂજન અને નિલકંઠવર્ણી ઘનશ્યામ મહારાજને પયોભિષેક નેપાળ-પશુપતિનાથ અને પુલ્હાશ્રમની યાત્રાએ ગયેલ યાત્રાળુઓનું સન્માન કરાયું

અમદાવાદ તા.૧૭ ભારતીય સંસ્કૃતિમાં તો ઉત્સવોની વણજાર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુજરાતમાં ભરાતા તમામ મેળાઓને મહોત્સવમાં ફેરવી નાંખેલ છે. તમામ ભારતીય ઉત્સવો પાછળ તેનો આગવો ઇતિહાસ હોચ છે.                

    માનવીના મનને નંદ ઉલ્લાસ અને ઉમંગથી ભરવાનો સમય અને આપણાં હૈયાને ભકિતના રંગે રંગવાનો અવસર એટલે ઉત્સવ.

      ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રવર્તાવેલી ઉત્સવની પરંપરા એટલે આકાશની નિર્મળતા અને ધરતીની હરિયાળીમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતનું ભાતું ભરવાની પરંપરા.

 કાર્તિક માસ એ ઉત્સવનો અનેરો માસ છે. આ માસમાં સંપ્રદાયના ચાર ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. તેમાં વડતાલમાં                 તા.૧૯ નારોજ પ્રબોધિની એકાદશી,

           તા.૨૦ ના રોજ તુલસીવિવાહ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ,

           તા.૨૩ ના રોજ પુનમનો મુકુટોત્સવ. વડતાલ પીઠાધિપતિ પ.પૂ..ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની સાનિધ્યમાં વડતાલમાં ઉજવાશે.

     ભગવાન શ્રી સ્વામિનારાયણે તો આ ત્રણેય ઉત્સવમાં વડતાલ અામંત્રણ વિના આવવાની આજ્ઞા આપી છે.

    શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં છેલ્લા ૧૨ વર્ષથી મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે હરિનૌમિનો ઉત્સવ ઉજવાય છે.

 આજે તા.૧૭ શનિવારના રોજ વહેલી સવારે શ્રી ઘનશ્યામ મહારાજનું રાજોપચારથી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ નિલંકઠ વર્ણી શ્રી ઘનશ્યામ મહારાજને પયોભિષેક કરવામાં આવેલ. અભિષેક કરેલું દૂધ સાકર મિશ્રિત કરી હરિભકતો અને બાળકોને વહેંચી દેવામાં આવ્યું હતું.

    રાજોપચાર પૂજન એ વિશિષ્ટ વૈદિક પૂજન હોય છે. આ પૂજનમાં ભગવાનને ચાર વેદ, શાસ્ત્ર - પુરાણોના પાઠ, શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈદિક પુરુષ સુક્તના મંત્રો, અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય વગેરે ઉપચારોથી તેમજ મૂર્તિઢગ ફુલની પાંખડીઓથી ભગવાનનું પૂજન કરવામાં આવેછે.

 દરેક હરિભકતો નિલકંઠ વર્ણી, ઘનશ્યામ મહારાજને દૂધાભિષેક કરી અનેક પ્રકારના મેવા-મિઠાઇનો થાળ તેમજ સુકા મેવા તથા ફળો અર્પણ કરી મહાઆરતિ ઉતારવામાં આવ છે.

મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં શાસ્ત્રોકત વિધિ સાથે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે હાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની જન્મભૂમિ એવા છપૈયા ધામમાં ૧૧ કુડી મહાવિષ્ણુયાગ કરનાર પુરાણી ભક્તિપ્રકાશદાશસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ નેપાળ-પશુપતિનાથ અને પુલ્હાશ્રમ તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણના જન્મસ્થાન છપૈયા અને અયોધ્યાની યાત્રા દરમ્યાન થયેલ અનુભોવનું તાદ્રશ્ય વર્ણન કર્યું હતું ને યાત્રાએ ગયેલ તમામ યાત્રાળુઓનું પુષ્પહાર પહેરાવી સન્માન કરાયું  

 

(3:55 pm IST)