Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કપડવંજના વાસણામાં અગમ્ય કારણોસર પરિણીતાએ આત્મહત્યા કરતા અરેરાટી

કપડવંજ:તાલુકાના વાસણા ગામમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કર્યાના બનાવે ચકચાર થવા પામી છે.બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે લાશનો કબજો લઈ પી.એમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ વાસણામાં રહેતાં ધર્મેશભાઈ ઉર્ફે લાલો નિકોલભાઈ સોલંકીના લગ્ન ૧૩ વર્ષ અગાઉ સીતાબેન સાથે થયાં હતાં. ત્રણ વર્ષ પહેલાં આણું થયાં બાદ પોતાની સીતાબેન સાસરી વાસણામાં રહેતાં હતાં. બુધવારના રોજ કોઈ અગમ્ય કારણોસર સીતાબેન (ઉં.વ ૨૪) એ પોતાના ઘરે ઝેરી દવા પી લેવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

(3:33 pm IST)