Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કામરેજ ચાર રસ્તા નજીક ટ્રકમાં ઊંઘવું ચાલકને ભારે પડ્યું: 23 લાખનું કાપડ ચોરી ગઠિયો છૂમંતર

કામરેજ:ચાર રસ્તા નજીક નવાગામ ખાતે ને.હા.નં.૪૮નાં સર્વિસ રોડ પર ડેનીમ જીન્સ કાપડનો જથ્થો ભરેલી ટ્રક પાર્ક કરી ડ્રાઈવર ઉંઘી જતા તસ્કરોએ તાડપત્રી અને દોરડા કાપી રૂા.ર૩ લાખનાં ૯૪ રોલ કાપડનો જથ્થો ચોરી ગયા હતા. પલસાણાથી ૧૩૫ રોલ કાપડનો જથ્થો ભરી ટ્રક ચાલક અમદાવાદ ડીલવરી કરવા જતો હતો.

અમદાવાદની જે.કે.ટ્રાન્સપોર્ટની ટ્રક (નં.જીજે.૧.બીવાય.૬૦૮૦) પર ચાલક તરીકે ઈશ્વરસિંહ ધીરસિંહ રાજપૂત (રહે.ગચીપરા તા.પર્વતસર, જિ.નાગોર, રાજસ્થાન) નોકરી કરે છે. ગતરોજ ઈશ્વરસિંહ રાજપૂત પોતાની ટ્રકમાં પલસાણા અનુભા ઈન્ડસ્ટ્રી પ્રા.લિ.માંથી ડેનીમ જીન્સ કાપડનાં ૧૩પ રોલ ભરીને અમદાવાદ નેશનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જગદંબા રોડલાઈન્સ)માં ખાલી કરવા માટે નીકળ્યા હતા. 

(3:32 pm IST)