Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મેઘરજમાં ઓછા વરસાદની અસર દેખાઈ: શિયાળાની શરૂઆતમાં પાણીની તંગી વર્તાઈ

મેઘરજ :તાલુકામાં ગત ચોમાસાની ઋતુમાં અપુરતો વરસાદ પડવાના કારણે મેઘરજ નગર સહિતના તાલુકાના ૧૦૦ ઉપરાંત ગામડાઓમાં પાણીની વિકટ પરીસ્થિતી પેદા થતાં પશુધન તેમજ માનવીની તરસ છીપાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ગધેડા દ્વારા પાણી લાવવામાં આવે છે.

પછાત આદિવાસી અને બક્ષીપંચ વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં બિલકુલ અપુરતો વરસાદ પડવાના કારણે તળાવોકુવાઓ નદીઓ સુકી ભઠ્ઠ દેખાય છે.

તેવા સમયે મેઘરજ તાલુકામાં નર્મદા કેનાલની સુવિધા ન હોવાના કારણે તાલુકામાં જળસ્તર નિચા ગયા છે. ઘણી જગ્યાએ ખારુ તેમજ કેમીકલયુક્ત પાણી આવે છે.

પીવાના પાણી આપત્તિઓ ઠેર ઠેર જોવા મળે છે. પાણીની અછતમાં દુર દુરથી ઉંડા કુવાઓમાંથી પાણી ખેંચી લાવવું પડે છે. દુર દુરથી લાવવા માટે બેડા લેતી પનીહારીઓની ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

(3:28 pm IST)