Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જોડીયા દરિયાનાં ખારા પાણીમાંથી દરરોજ ૧૦ કરોડ લીટર મીઠુ પાણી બનાવવાનાં પ્રોજેકટ માટે એમઓયુઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરમાં સમજુતી કરાર ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિકઃ મુખ્યમંત્રી

ગાંધીનગર, તા. ૧૭ : દરિયાના ખારા પાણીમાંથી પ્રતિદિન ૧૦ કરોડ લીટર મીઠું પીવાનું પાણી બનાવવાની ક્ષમતા ધરાવતો ગુજરાતનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયામાં કાયર્િાન્વત થશે. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજય સરકારના ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેકટસ લિમિટેડ વચ્ચે આજે ગાંધીનગરમાં આ પ્રોજેકટ માટે સમજૂતિ કરાર થયા હતા. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજનો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ બની રહેશે એમ કહીને જણાવ્યું હતું કે, ગુજરાત પાણીની અછતવાળું રાજય નહીં પણ પુરતા પાણીવાળું રાજય બને એ માટે રાજય સરકારે અનેક પગલાં ભર્યા છે. દરિયો ધરતી તરફ આગળ વધી રહ્યો છે એમ કહેવાય છે, પરંતુ દરિયાના ખારા પાણીને મીઠું બનાવીને આપણે દરિયાને પાછો ધકેલવો છે. આવનારી પેઢીને કયારેય શ્નદુષ્કાળલૃશબ્દ ન સાંભળવો પડે એ રીતે ટેકનોલોજીનો મહત્ત્।મ ઉપયોગ કરીને આપણે દુકાળને ભૂતકાળ બનાવવો છે.

જામનગર જિલ્લાના જોડીયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડી-સેલીનેશન દ્વારા મીઠું પીવાનું પાણી બનાવવાના પ્રોજેકટ માટે આજે રાજય સરકારે એમ.ઓ.યુ. કર્યા પછી આગામી દિવસોમાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આ પ્રોજેકટનો શિલાન્યાસ કરાશે એવી જાહેરાત કરતાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં તામિલનાડું પછી ગુજરાત એક માત્ર એવું રાજય છે, જયાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેકટ શરૂ કરાશે. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો છે, આટલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરીને ગુજરાતને જળ સલામતિ પુરી પાડવાનું મારૃં સ્વપ્ન છે.

(2:57 pm IST)
  • ગોંડલમાં GSTની ટીમો ત્રાટકી : શહેરના નવા માર્કેટ યાર્ડ, જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે : જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 8:53 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મારપીટનો આરોપ લગાડનાર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની બદલી :દૂર સંચાર વિભાગમાં ટ્રાન્સફર કરાઈ access_time 1:15 am IST

  • બનાસકાંઠા: વડગામનાં નાવીસણા ગામનૉ બનાવ:62 પ્લોટ નાં કબ્જો લેવા જતા થઈ મારામારી: દલિતોને ફાળવેલ પ્લોટ પર અન્ય લોકોએ કર્યો હતો કબ્જો.:પોલીસ પહોચે તેં પહેલા કબ્જો લેવા જતા સર્જાઈ મારામારી: કબ્જેદાર અને દલિતો વચ્ચે મારામારી.: મારામારી થતા 10 લોકો ને થઈ ઇજા: છાપી પોલીસ ઘટના સ્થળે access_time 10:34 pm IST