Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૯૦૦ કરોડની વેટચોરી કૌભાંડમાં ર કરોડની લાંચના ફરારી પીઆઇ શેખ અંતે એસીબીના સકંજામાં પોલીસ ઇન્સ્પેકટરની રીમાન્ડ મેળવવા તજવીજઃ કેશવકુમારના માર્ગદર્શનમાં વધુ એક મોટુ માથુ કાનુની સકંજામાં સપડાયું

રાજકોટ, તા., ૧૭: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર જાણીતી પાન મસાલા કંપનીના ૯૦૦ કરોડની વેટ ચોરી તપાસમાં  ર કરોડની લાંચના આરોપમાં નાસતા ફરતા પોલીસ ઇન્સ્પેકટર આઇ.આઇ.શેખનો અંતે એસીબીએ કોર્ટમાંથી કબ્જો લઇ તેની રિમાન્ડ  મેળવવા તજવીજ હાથ ધર્યાનું એસીબી સુત્રોમાંથી જાણવા મળે છે.

અત્રે યાદ રહે કે ૯૦૦ કરોડની વેટ ચોરી કૌભાંડની તપાસ સીઆઇડી કાઇમના પીઆઇ તરીકે ઇન્સ્પેકટર આઇ.આઇ.શેખ કરી રહયા હતા. રાજેન્દ્ર કેસવાણી નામના શખ્સની ધરપકડ ન કરવા માટે પ્રથમ પ કરોડની લાંચ માંગવામાં આવેલ. ત્યાર બાદ  બે કરોડમાં સેટલમેન્ટ થયું હતું. આ પ્રકરણમાં  એક સિનીયર મોસ્ટ આઇપીએસનું નામ જે તે સમયે શંકાના પરીઘમાં આવેલું.

ઉકત મામલે શેખ સામે એસીબીમાં ફરીયાદ થયા બાદ તેઓ કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા. તેઓએ અદાલતમાં સરન્ડર સમયે એવું જણાવેલ કે સીઆરપીસીની કલમ-૭૦ મુજબ મારી સામેે વોરન્ટ નિકળ્યું છે. મને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા અંગે ન્યુઝ પેપર મારફતે જાણવા મળ્યું. જેના પગલે હું સરન્ડર કરૂ છું. આમ રાજયભરમાં ચકચાર જગાવનાર આ મામલે અંતે પીઆઇ શેખ એસીબીના સકંજામાં આવી ગયા છે.

(1:42 pm IST)