Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

અછતગ્રસ્ત તાલુકા જાહેર કર્યા પછી સહાય શરૂ કરવામાં ૧ ડીસેમ્બરની રાહ શા માટે? લાખાભાઇ

તાત્કાલિક પગલા ભરોઃ સરકારને ઢંઢોળતા વીરમગામના કોંગી ધારાસભ્ય

રાજકોટ તા. ૧૭ :.. રાજય સરકારે બીજા તબક્કે અછતગ્રસ્ત જાહેર કરેલા તાલુકાઓમાં સરકારી સહાય શરૂ કરવામાં તા. ૧ ડીસેમ્બરની રાહ શા માટે જોવાઇ રહી છે?

તેવો સવાલ પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને વીરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે ઉઠાવ્યો છે.

લાખાભાઇએ જણાવેલ કે સરકારે કુલ પ૧ તાલુકા અછતગ્રસ્ત જાહેર કયો છે. જેમાં બીજા તબકકે જાહેર કરેલા ૩પ તાલુકાઓમાં સરકારી સહાયની કામગીરી તા. ૧ ડીસેમ્બરથી શરૂ કરવાનું જાહેર કર્યુ છે. અછતગ્રસ્તની જાહેરાત અને કામની શરૂઆતના સમય વચ્ચે ચાલીસેક દિવસો આવી જાય છે. સરકારી તંત્રમાં એવી કઇ ખામી છે કે પીડિતોને સહાય આપવામાં આટલો લાંબો સમય રાહ જોવી પડે ? સહાય મોડી પહોંચવાથી અનેક પશુઓ મરણને શરણ થઇ જવાની ભીતિ છે. પશુ પાલકો, ખેત મજૂરોએ જીવવુ વધુ મુશ્કેલ થઇ જશે. સરકારે તા. ૧ ડીસેમ્બરની રાહ જોયા વગર યુધ્ધના ધોરણે પાણી, પાક વીમો, રોજગારી વગેરેની વ્યવસ્થા કરવી જરૂરી છે.

(1:38 pm IST)