Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સરકાર મગફળીની ખરીદી બરાબર કરે નહિતર આંદોલનઃ ડો. તોગડિયા

સરકાર વચન ભૂલી ગઈ, ખેડૂતો હેરાન થાય છે

રાજકોટ, તા. ૧૭ :. આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાએ ટેકાના ભાવે મગફળીની ખરીદી બરાબર થતી ન હોવાનો આક્ષેપ કરી સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આંદોલનની ચીમકી ઉચ્‍ચારી છે.  ડો. તોગડિયાએ જણાવેલ કે દોઢ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સરકારે વચન આપેલ તે ભૂલી ગઈ છે. મગફળીની ખરીદી બરાબર થતી ન હોવાથી ખેડૂતો હેરાન થાય છે અને ન છૂટકે ખૂલા બજારમાં સસ્‍તા ભાવે મગફળી વેચવી પડે છે. સરકાર બધા માર્કેટયાર્ડમાં ખરીદીની યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવે નહિ ખેડૂતોને સાથે રાખીને જોરદાર આંદોલન કરશું.

(12:20 pm IST)